________________
(૨૨). કઈ પણ પ્રકારનું દુઃખ નજ દેવું જોઈએ. પિતાને દુઃખ થાય અને બીજાં પ્રાણીને દુઃખ થતું અટકે તે, પોતેજ દુખ ખમી લેવું એજ બહેતર છે.
વનસ્પતિ આહારના પ્રશ્ન સંબંધી આ પત્રમાં બને તેટલી ચર્ચા મેં કરી છે. આથી કોઈ સવિસ્તૃત ચર્ચાની આવશ્યકતા હોય એમ હું માનતો નથી. સંત બેનેડીકટ, સંત પોલ, આદિ મહાપુરૂના સ્મારકરૂપ મહાન મંડળ ઈગ્લેંડ, જર્મની, સ્વીટ્ઝલેડ વિગેરેનાં વનસ્પતિ–આહાર ઉત્તેજક મંડળે અને આધુનિક કાળના કેટલાક નામાંકિત તબીબ તેમજ વૈજ્ઞાનિકો વિગેરેએ વનસ્પતિ–આહારને સમર્થનરૂપ વ્યાપક બોધ આપી તે સંબંધમાં પુષ્કળ પ્રચારકાર્ય કર્યું છે.
માંસાહારના હિમાયતીઓ માંસાહારના સમર્થન નિમિત્તે અનેક મુદ્દાઓ ઉપસ્થિત કરે એ સંભાવ્યજ છે. માંસાહારીઓ માંસાહાર અનેક રીતે લાભદાયી છે એવી અનેક દલીલે પણ કરે છે. માંસાહારથી શરીર તેમજ ચિત્તને અનેક પ્રકારના લાભ થાય છે એમ પણ માંસાહારીઓ કહે છે. પણ તેથી શું ? માંસાહારથી કોઈ પણ પ્રકારનો કશોયે ફાયદે હોય એમ નિર્દિષ્ટ થતું જ નથી.
કોઈ ખેતરમાં જઈને જુઓ. તેમાં ખેતીનું જે જે કાર્ય થાય છે તે સર્વ હિંસાજનક છે, કૃષિનાં પ્રત્યેક કાર્યથી વ્યાપક ક્ષેત્રમાં હિંસા થયાજ કરે છે. આમ છતાં, એ બધું કૃષિ-કાર્ય જોઈને, ચિત્ત અત્યંત પ્રસન્ન થાય છે. કસાઈની દુકાને થતી હિંસા કે યજ્ઞ પ્રસંગે થતી હિંસાથી ચિત્ત કદાપિ પ્રસન્ન થતું નથી. યજ્ઞ નિમિતે થતી પશુહિંસાથી ચિત્તને વાસ્તવિક આનંદ કદાપિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org