________________
( ૨૧ ) શરીરની સુધારણા પણ કરી શકે છે કે તે વસ્તુને પિતાની શારીરિક રચનાને અનુકૂળ બનાવી શકે છે.
આ નિયમનું અનુસરણ કરીને શીતકટિબંધવાસી મનુષ્ય ઉષ્ણકટિબંધમાં વાસ કરી શકે છે. વનસ્પતિ–આહારથી પણ તેનું શરીર બળ જળવાઈ રહે છે. તે સારી રીતે કામ કરી શકે છે. તેનાં સ્વાથ્યને કંઈ પણ નુકશાન થતું નથી.
માત્ર જિહુવેન્દ્રીયના સ્વાદના અપવાદરૂપ કારણ સિવાય, માંસાહારને સમર્થનરૂપ કઈ પણ કારણ દ્રષ્ટિગોચર થઈ શકતું નથી. આમ છતાં, માંસાહારીઓ માંસાહારના સમર્થનરૂપ કઈને કોઈ કારણ શોધી કાઢે છે કે એવું કઈ કારણ શોધવાનો પ્રયત્ન કરે છે. હિન્દુ સુદ્ધાં દુનીયાના દરેક દેશમાં આજ સ્થિતિ જોવામાં આવે છે. મનુષ્ય માત્ર પોતાનું જીવન એવી રીતે ચલાવવું જોઈએ કે, કોઈ પણ સંગેમાં તેના અંતરાત્માને કઈ રીતને આઘાત નજ થાય. આત્માના પરિપૂર્ણ વિકાસ નિમિત્તે, આ પ્રથમ પ્રકારને આવશ્યક માર્ગ છે. તીર્થકર ભગવંતે તેમજ સોક્રેટીસ, ગૌતમ બુદ્ધ, પીથાગેરાસ સેનેકા, લુટાર્ક, એપલેનીયસ, રીગન, કૅન્સીસ, ઍસીસી, ગેઝેન્ડી, ગ્લેઝર આદિ ભિન્નભિન્ન કાળ અને ભિન્નભિન્ન દેશોના મહાપુરૂષેએ આત્મોન્નતિના આ પ્રારંભિક માર્ગની પ્રરૂપણ કરી છે. મહાપુરૂષોએ નિર્દિષ્ટ કરેલ આ પ્રારંભિક માર્ગનું અનુસરણ કરવું એ સર્વ મનુષ્ય માટે ભાસ્પદ છે. એ માર્ગનું અનુસરણ કઈ પણ મનુષ્યને માટે લજજાસ્પદ નથી.
નૈતિક પ્રકૃતિ એ મનુષ્ય જાતિની વિશિષ્ટતા છે. આથી એની સુધારણા માટે પ્રત્યેક મનુષ્ય પ્રયત્ન કરવો જોઈએ. કોઈ પણ મનુષ્ય કઈ પણ કારણ કે હેતુસર કોઈ પણ પ્રાણીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org