________________
( ૧૮ ) તેના પાપ કે પુણ્યયુક્ત કર્માનુસાર સંસારમાં નીચ કે ઉચ્ચ દશા પ્રાપ્ત થાય છે. કેન્દ્રીય જીવનાં પૂર્વસંચિત પુણ્યકર્મ કરતાં, બેઈન્દ્રીય જીવનાં પૂર્વસંચિત પુણ્ય કર્મ અધિક હોય છે. આથી બેઈન્દ્રીય જીવની હિંસા કરવી એ એકેન્દ્રીય જીવના વિઘાત કરતાં વિશેષ પાપદાયી છે. આ જ રીતે ગેન્દ્રીય જીવનું પૂર્વસંચિત પુણ્યકર્મ બેઈન્દ્રીય જીવનાં પૂર્વસંચિત પુણ્યકમ કરતાં અધિક હોવાથી, ગેન્દ્રીય જીવની હિંસા બેઈન્દ્રીય જીવની હિંસા કરતાં પાપરૂપ છે. ચેન્દ્રીય જીનાં પૂર્વસંચિત પુણ્યકર્મ એકેન્દ્રીય જીવનાં પૂર્વોપાર્જિત પુણ્ય કરતાં અનંતગણું
અધિક હોવાથી, પંચેન્દ્રીય જીવ(ગાય, બકર વિગેરે)ની હિંસા એકેન્દ્રીય જીવ( વનસ્પતી આદિ )ની હિંસા કરતાં અનંત ગણું પાપોત્પાદક છે.
વનસ્પતિજન્ય વસ્તુઓને ઉપયોગ કરવામાં પણ કંઈને કંઈ પાપ અવશ્ય રહેલ છે એમ અમે માનીએ છીએ. એકેન્દ્રીય જેની હિંસા થતી અટકે એ ઉદ્દેશથી, જેન સાધુઓ અને શ્રાવકે ઉપવાસ આદિ તપશ્ચર્યા પ્રસંગોપાત્ત કરે છે. દ્વિતીયા, પંચમી, અષ્ટમી, એકાદશી, ચતુર્દશી, અમાવાસ્યા અને પૂર્ણિમાના દિવસોએ તે આ તપશ્ચર્યા વિશિષ્ટ રીતે થાય છે.
મનુષ્યને પ્રકૃતિ તરફથી જે આહાર મળ્યા કરે છે તે આહાર ગ્રહણ કરવાની મનુષ્યને અમુક સંગોમાં કે અમુક મર્યાદાપર્યત ફરજ પડે છે. પ્રકૃતિ ઉપર વિજય પ્રાપ્ત કરવાને પ્રયત્ન કરી, પોતાને વાસ્તવિક રીતે જે આહાર અનુકૂળ અને લાભદાયી હોય તેજ આહાર ગ્રહણ કરે એ મનુષ્યનું કર્તવ્ય છે. પિતાને સર્વ રીતે અનુકૂળ અને લાભદાયી આહાર ગ્રહણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org