________________
( ૧૮ )
સૂક્ષ્મ જીવા ટકી શકતા નથી એવા યુરોપીયન વૈજ્ઞાનિકાના મત છે. આથી જૈન શાસ્ત્રોના મત અસત્ય નથી એમ સુપ્રતીત થઇ શકે છે.
જૈન સાધુઓને પાળવાના નિયમે શ્રાવકાને પાળવાના નિયમે કરતાં વિશેષ કઠીન છે, આથી જેનામાં સાધુઓને અહિંસા વ્રત અને શ્રાવકાને સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત્ત એ રીતે વ્રતે પાળવાનાં હાય છે. સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ્ વ્રતધારી શ્રાવકા પાણી ઉકાળી શકે છે, રસાઇ અને એવાં ખીજા કામેા કરી શકે છે. આ સર્વ કાર્યો એવાં છે જેમાં જીવહિંસા અનિવાર્ય થઈ પડે છે. સાધુએ અહિંસાવ્રત (મહાવ્રત) પાળે છે. તેમનાથી રસાઇ વગેરે કામે થઈ શકતાં નથી. તે ભિક્ષાથીજ આહાર પ્રાપ્ત કરે છે. સાધુઓને આહારપાણી વ્હારાવવા એ શ્રાવકા પેાતાના ધર્મ સમજે છે. આથી સાધુઓને આહાર આદિ વહેારાવવામાં શ્રાવકાને અત્યંત હર્ષ થાય છે.
જૈન સાધુએ વસ્તુત: જનતાના સેવકે છે. આધુનિક કાળના સમર્થ વૈજ્ઞાનિક અને વિદ્યાના જગતની સેવા કરી રહ્યા છે. જૈન સાધુએ પણ તેજ પ્રમાણે જગતની મહાન્ સેવાજ કરી રહ્યા છે એમાં કંઇ શક નથી. જૈન સાધુએ જગતની જે ઉચ્ચ પ્રકારની આધ્યાત્મિક સેવા કરે છે તેવી સેવા વૈજ્ઞાનિકા અને વિદ્યાનાથી પણ અશકય છે. આહાર આદિ તૈયાર કરવામાં શ્રાવકોને જે પાપ થાય છે તે પાપનું નિવારણ સાધુઓની ભક્તિથી થઇ જાય છે એમ હું માનુ છું.
જીવાના એકેન્દ્રીય, એઇન્દ્રીય, ઐન્દ્રય, ચરેન્દ્રીય અને પચેન્દ્રીય એમ પાંચ પ્રકારો જેને માને છે. જે તે જીવને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org