________________
( ૧૫ )
હારથી રાગ તેમ જ આલસ્યની વૃદ્ધિ થાય છે. જે પ્રાણીઓ માંસાહારી હાય છે તેમાં આલસ્યનું પ્રાધાન્ય હાય છે એ સુવિદિત છે.
યુરોપમાં ફ્રાન્સ, ઇટલી અને સ્વીટ્ઝર્લેન્ડના મજૂર વર્ગ પુષ્ટિદાયક વનસ્પતી—આહાર સામાન્ય રીતે ગ્રહણ કરે છે. આ ત્રણે દેશેાના મજુરા માંસાહારને ઉપયેગકચિત જ કરે છે. માંસના સ્વાદની ખાસ ઇચ્છા થઈ હાય કે તહેવારેાના દિવસે સિવાય, માંસાહાર ભાગ્યે જ થાય છે. આમ છતાં, માંસાહારી અંગ્રેજો કરતાં તેઓનું સ્વાસ્થ્ય અને ખળ ખૂમ ચઢી જાય છે. હિન્દી સૈન્યના જે વિભાગ મહા બળવાન અને અત્યંત સહનશીલ ગણાય છે તે વિભાગના સૈનિકાએ કદાપિ માંસાહાર કર્યા નથી. હિન્દી સૈન્યના વનસ્પત્યાહારી સૈનિકા જગતમાં સર્વ શ્રેષ્ઠ ગણાય છે. એ સૈનિકાએ હજારો વર્ષ થયાં માંસાહારને સ્પર્શ સુદ્ધાં નથી કર્યાં.
આ પત્રમાં માંસાહારના સ્થૂલ દૃષ્ટિબિન્દુ સંબંધી યથાશકય સમીક્ષા થઇ ગઇ. હવે માંસાહાર સંબધી આત્મિક દૃષ્ટિબિન્દુથી વિચારણા કરવાની રહે છે. જૈન ધર્મીમાં શિસ્ત અને સંયમને વિશિષ્ટ રીતે પ્રધાન સ્થાન આપવામાં આવ્યું છે એ આપણે જોઇ ચૂકયા છીએ. આત્માના વિજય અર્થે, જૈને શિસ્ત અને સંયમનુ પાલન પેાતાનાં જીવનમાં સ`પૂર્ણ પણે કર્યા જ કરે છે. અભાવ એ આત્માના મહાત્માં મહાન્ શત્રુ છે. આથી અહંભાવનાં શમન નિમિત્ત, સંયમ અને શિસ્તનાં પાલનની અનિવાર્ય આવશ્યકતા છે. મહાવીર સ્વામી આત્માના વિજેતા હતા. આથી જ તેમની મહાન્ વીર પુરૂષ તરીકે ગણુના થઇ છે. મહાવીર ( મહાવીર ) અર્થાત્ મહાન્ વીર પુરૂષ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org