SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩) ધમાં આપણું બનેના વિચારો એક જ છે એમ હું ખાત્રીપૂર્વક જાણું છું. જેનધર્મ વિષયક સિદ્ધાન્તની પ્રાચીનતાના સંબંધમાં, તમે જે વિચારે લિખિત સ્વરૂપમાં વ્યક્ત કર્યા છે તે વિચારે અજેને પણ ગ્રાહા લાગ્યા છે એ હું જાણું છું. આ સંબંધમાં મારે એક વસ્તુને ખાસ નિર્દેશ કરવાનું રહે છે. અસલ જૈન આગમાની ભાષા તેમજ એ આગમમાં પ્રરૂપિત થયેલ ધર્મ ની ભાષા અને વૈદિક ધર્મની દષ્ટિએ અર્વાચીન નથી. આગની ભાષા અને આગમાને ધર્મ એ અને વૈદિક ભાષા અને વૈદિક ધર્મ કરતાં વિશેષ પ્રાચીન છે. રૂશ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વ વેદ એ વેદના ચાર ભાગે છેલ્લા તીર્થકર શ્રી મહાવીરના સમયકાળ કરતાં વિશેષ પ્રાચીન હોઈ શકે નહિ. વેદો અને પુરાણોના રચયિતા લગભગ વ્યાસ હતા એમ દંતકથાઓ ઉપસ્થી જણાય છે, તેમને સમય પણ કૃષ્ણ દ્વૈપાયન જેટલી જ પ્રાચીન માની શકાય. - હિન્દના કેઈ પણ ગ્રંથના રચનાકાળ સંબંધી છેવટને નિર્ણય તેની લેખન શૈલી ઉપરથી જ ન થઈ શકે એ મારે નમ્ર મત છે. લેખનશૈલીનું અનુકરણ એ હિન્દીઓની વિશિષ્ટતા છે. વેદના તાત્વિક વિભાગની રચના પ્રાય: ગુપ્ત રીતે પાછળથી થઈ હતી એવી મારી ખાત્રી છે. આ પ્રમાણે અનેક પ્રકારનું તાત્વિક વિધાન પાછળથી થયાનાં અનેક દષ્ટાન્ત ઉપલબ્ધ થઈ શકે છે. જેનધર્મ અને જૈન ધર્મગ્રન્થોની પ્રાચીન પ્રમાણભૂતતાનું નિયંત્રણ કરવાને અને પ્રત્યેક વસ્તુને હિન્દુ સ્વરૂપમાં નિર્દિષ્ટ કરવાને ઉદ્દેશ, દેના તાત્ત્વિક વિભાગની જ રચના પાછળથી થઈ તેમાં સમાવિષ્ટ થતો હતો એમ કહી શકાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005231
Book TitleJain Dharm nu Utkrushta Swarup
Original Sutra AuthorN/A
AuthorYashovijay Jain Granthmala
PublisherYashovijay Jain Granthmala
Publication Year
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy