________________
અનુયાયી હતા એમ અમે માનીએ છીએ. નવીન ધર્મોના ઉગમ અને વૃદ્ધિથી, જેનધર્મના અનુયાયીઓનું સંખ્યાબળ અવશ્ય ઘટી ગયું. એ નવીન ધર્મોના તાત્કાલિક ઉત્કર્ષ બાદ, એ સર્વ ધર્મોનું અધપતન કે રૂપાન્તર થયું. આધુનિક હિન્દુ ધર્મ એ ધર્મનાં રૂપાન્તરનાં એક દાન્તરૂપ છે.
જૈનધર્મ તેનાં શાશ્વત સ્વરૂપમાં જૈનધર્મ રૂપે જ રહેલ છે. જેનધર્મનાં શાશ્વત સ્વરૂપમાં અનાદિકાળથી કોઈપણ પરિ. વર્તન થયું નથી. તેના શાશ્વત સ્વરૂપમાં હવે પછી કઈ કાળે કેઈ પણ પ્રકારનું પરિવર્તન નહિ જ થાય. જેનધર્મના નીતિ અને તત્વજ્ઞાનયુક્ત સિદ્ધાન્તો, અન્ય ધર્મોએ શુદ્ધ કે મિત્રસ્વરૂપમાં ઓછેવત્તે અંશે કે સર્વાશે સ્વીકાર્યા છે. જેનધર્મના દેવો અને વીર પુરૂષો તેમ જ જૈનધર્મનો ઈતિહાસ અને પરંપરાગત કથાઓ, અન્ય ધર્મોએ કંઈને કંઈ અંશે માન્ય રાખ્યાં છે. જેનધર્મના ઉત્સવો તેમ જ રતરીવાજો પણ અન્ય ધર્મોએ ઓછેવત્તે અંશે ગ્રહણ કર્યા છે. જેની તપશ્ચર્યાનું સ્વરૂપ પણ અન્ય ધર્મોએ અમુક અંશે માન્ય રાખ્યું છે.
વેદે અને પુરાણ ગ્રંથમાં જે દેવોનો નિર્દેશ થયેલ છે તે દેવોને જ અમે માનીએ છીએ. આમ છતાં, દેવોની દિવ્યતા અને વિશુદ્ધતા સંબંધી અમારો આદર્શ સાવ નિરાળો છે. દે સંબંધી અમારી માન્યતામાં કેઈપણ પ્રકારની અતિશચોક્તિ અશક્ય જ છે. એ માન્યતાથી દેવ વિષયક કેઈપણ પ્રકારના સંશયનું સ્પષ્ટ રીતે નિરાકરણ થઈ જાય છે. કેઈ અજ્ઞાની કે નાસ્તિક મનુષ્યને જેનીય દેના સંબંધમાં કંઈ પણ શંકા ઉપસ્થિત થાય તે, આધુનિક વિજ્ઞાનથી પણ તેની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org