________________
ઉપદેશમાળા આર્યોડપિ દેષાનું ખલવારેષાં,
વકતું હિ જાનાતિ પર ન વક્તિ ! કિં કાકવરીવતરાનનેડપિ, કીર: કત્યથિવિઘટ્ટનાનિ છે
સજજન માણસને પણ ખલ માણસની પેઠે પારકાના દો બેલતાં આવડે છે પણ તે બોલતા નથી. શું કાગડાની માફક પિપટ પણ તીવ્ર ચાંચવાળ નથી? છે, છતાં તે અસ્થિના ટુકડા કરે છે? નથી કરતે.”
પછી સુમુખે કહ્યું- હે દુર્મુખ! તું આ મુનીશ્વર મહાત્માને શા માટે નિદે છે?” ત્યારે દુર્મુખે કહ્યું “અરે? તેનું નામ પણ લેવા જેવું નથી. કારણ કે આ મુનિએ પાંચ વર્ષના બાળકને રાજ્યગાદી ઉપર બેસાડીને પિતે દીક્ષા લીધી છે, પરંતુ તેના વૈરીઓએ એકઠા થઈને તેના નગરને લુંટયું નગરવાસી જન આક્રંદ અને વિલાપ કરે છે. મેટું યુદ્ધ થાય છે. હમણાં તેના શત્રુઓ તે બાળકને હણને રાજ્ય ગ્રહણ કરશે. આ સઘળું પાપ તેના શિરે છે.” આ પ્રમાણે સાંભળીને ધ્યાનમાં સ્થિત થયેલા પ્રસન્નચંદ્ર ઋષિએ ચિંતવ્યું કે-અરે ! હું જીવતાં જે મારા શત્રુઓ મારા બાળકને મારીને રાજ્ય ગ્રહણ કરે, તો એ માનની હાનિ તે મારી પિતાની જ છે.” એ પ્રમાણે ચિંતવતાં ધ્યાનથી ચલિત થઈને મનમાં શત્રુઓની સાથે યુદ્ધ કરવા લાગ્યા; અતિ ભયંકરપણાને પામ્યા અને તેમાં એકાગ્ર થવાથી રૌદ્ર ધ્યાન ધ્યાવા લાગ્યા. મનવડે જ શત્રુઓને હણે છે, અને “મેં અમુક શત્રુને માર્યો” એવી બુદ્ધિથી “બહુ સારું થયું” એમ મુખથી પણ બોલે છે. “હવે બીજાને મારું એ પ્રમાણે તે ફરીને પણ મનથી યુદ્ધમાં પ્રવર્તે છે. એ સમયે હાથી ઉપર બેઠેલા શ્રેણિકે પ્રસન્નચંદ્ર મુનિને જોયા. એટલે “અહો ! આ રાજર્ષિને ધન્ય છે કે જે એકાગ્ર મનથી ધ્યાન કરે છે. એમ વિચારી શ્રેણિક રાજાએ ગજ ઉપરથી ઉતરી મુનિની ત્રણ પ્રદક્ષિણા કરીને તેમને વારંવાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org