________________
ઉપદેશમાળા
૪૧ હોય, અતુછ હૃદયવાળા હોય કે જેથી પર તેના હૃદયને જાણી ન શકે, ધૈર્યતાવાળા-સંતોષવાળા–નિષ્પકંપ ચિત્તવાળા હેય, ભવ્ય અને ઉપદેશ દેવામાં તત્પર હોય એટલે સદ્ધચને વડે માર્ગમાં પ્રવર્તાવનારા હેય. ૧૦. નિછિદ્ર શિલ ભાજનની જેમ અપ્રતિશ્રાવી હેય એટલે છિદ્રવિનાના પથરના ભાજનમાં નાંખેલું જળ જેમ નીચે ગળે નહિ તેમ કેઈએ કહેલ પોતાનું ગુહ્ય રુપ જળ જેના હૃદયમાંથી આવતું નથી અર્થાત્ અન્યની પાસે પ્રકાશતા નથી, સૌમ્ય એટલે દેખવા માત્ર વડે જ આહણાદકારી હોય-બાલવાથી તે વિશેષ આહણાદ કરે તેમાં નવાઈજ શું! શિષ્યાદિકને માટે વસ્ત્ર પાત્ર પુસ્તકાદિનો સંગ્રહ કરવામાં તત્પર હોય તે માત્ર ધર્મવૃદ્ધિને જ માટે– લતાથી નહિ, વળી દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી ને ભાવથી એમ ચાર પ્રકારના અભિગ્રહ કરવાની બુદ્ધિવાળા હોય, કારણ કે અભિગ્રહ પણ તપ રુપ જ છે, વળી બહુલા ન હાયપોતાની પ્રશંસા તે કદિ પણ ન કરે, સ્થિર સ્વભાવવાળા હોયચંચળ પરિણામવાળા ન હોય, પ્રશાંત હૃદયવાળા હોય એટલે ક્રોધાદિકથી રહિત ચિત્તવાળા–શાંતમૂતિ હોય–આવા ગુરુના ગુણે કરીને શુભતા ગુરુ હોય. એવા ગુરુ વિશેષ કરીને માનવા યોગ્ય જાણવા. ૧૧.
હવે આચાર્ય વડે શાસન પ્રવર્તે છે તે કહે છેકઈયાવિ જિનિંદા પત્તા અયરામરં પહં દાઉં ! આયરિએહિં પયણું, ધારિજજઈ સંપકૅ સલં ૧રા
શબ્દાર્થ–“કેઈ કાળે જિનવરેંદ્ર માર્ગ (ભવ્ય જીને) આપીને અજરામર સ્થાનને પામ્યા છે. સાંપ્રત કાળે સકળ પ્રવચન આચાર્યોથી ધારણ કરાય છેઅર્થાત્ આચાર્ય ધારણ કરે છે.”
ભાવાર્થ-કેઈ કાળે એટલે પોતપોતાના આયુષ્યને અંતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org