________________
४७६
ઉપદેશમાળા કેમકે તેવું પાપ કરીને હું નરકે જાઉં, તે વખતે મારે કઈ આધાર થવાનું નથી. જિહાના સ્વાદને માટે થઈને જે પુરુષે આવી હિંસા કરે છે તેઓ અવશ્ય દુર્ગતિને પામે છે. જ્યારે એક કટ લાગવાથી પણ પ્રાણને મોટું દુઃખ ઉત્પન્ન થાય છે, ત્યારે અનાથ અને અશરણ એવા પશુઓને શસ્ત્રાદિક વડે મારવાથી તેમને દુઃખ ઉત્પન થતું હશે તેનું તે કહેવું જ શું! માટે આવા પાપકર્મ વડે કુટુંબનું પોષણ કરવાથી સર્યું. મારે હિંસા કરવાનું કાંઈ પણ પ્રયોજન નથી” તે સાંભળી કુટુંબ વગ બે કે “તને જે પાપ લાગશે તેના અમે પણ ભાગીદાર થઈશું, માટે તારે કુળક્રમને ત્યાગ કરવા નહીં.” ઈત્યાદિ કુટુંબને બહુ આગ્રહ જઈને તેમને પ્રતિબંધ કરવા માટે સુલસે એક કુહાડી લઈને પોતાના પર મારી, તેથી તે અચેતન થઈ પૃથ્વી પર પડી ગયે, ડીવારે ચેતના (શુદ્ધિ ) આવ્યા પછી પોકાર કરી તેણે સર્વ કુટુંબને બેલાવીને કહ્યું કે “મને ઘણી વેદના થાય છે, માટે તમે બધા
ડી ડી વહેંચીને લઈ લે.” તે સાંભળીને કુટુંબી બેલ્યા કે “બીજાની વેદના શી રીતે લઈ શકાય?” ત્યારે સુલસે કહ્યું કે “જ્યારે મારી આ વેદનામાંથી જરા પણ તમારાથી લઈ શકાતી નથી, ત્યારે મારું પાપ લેવાને તમે શી રીતે શક્તિમાન થશે?” આ પ્રમાણે કહીને પોતાની બુદ્ધિથી તેણે પોતાના આખા કુટુંબને પ્રતિબંધ પમાડ્યો.
પછી તે સર્વ વૃત્તાંત જાણીને અભયકુમાર સુલસને ઘેર આવી તેને સુખસાતા પૂછીને બે કે “હે સુલસ! તને ધન્ય છે. કેમકે તે નીચ કુળમાં ઉત્પન્ન થયા છતાં પણ હિંસામાં આદર કર્યો નહીં.” ઈત્યાદિ ઘણે પ્રકારે તેની પ્રશંસા કરીને અભયકુમાર પોતાને ઘેર ગયો. પછી સુલસ પણ શ્રાવકધર્મનું પાલન કરીને અનુક્રમે સ્વર્ગે ગયે. એવી રીતે બીજાઓ પણ જેઓ પરને પીડા કરતા નથી તેઓ સ્વર્ગના સુખને પામે છે.
છે ઈતિ સુલસદષ્ટાતઃ ૬૮ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org