________________
ઉપદેશમાળા
૪૬૫ ફળ લઈ રાજાની સભામાં જઈ રાજાને તે ભેટ કર્યું. એવી રીતે હમેશાં તે રાજસભામાં ફળ લઈ જઈને શતાનીક રાજાની સેવા કરવા લાગ્યો.
એકદા કેઈ કારણથી ચંપા નગરીના રાજા દધિવાહને આવીને કૌશાંબી નગરીને ઘેરો ઘાલ્યો. તે વખતે શતાનીક પાસે અલ્પ સિન્ય હોવાથી તે કિલ્લાની અંદર જ રહ્યો. હંમેશાં યુદ્ધ થતાં અનુક્રમે વર્ષાઋતુ આવી. તે વખતે દધિવાહન રાજાનું કેટલુંક સૈન્ય આમ તેમ જતું રહ્યું, તેવામાં પેલો સેતુક બ્રાહ્મણ પુષ્પ ફળ વિગેરે લેવા માટે ગામ બહાર વાડીએ ગયા હતા. તેણે દધિવાહનનું સૈન્ય થોડું જોઈને શતાનીક રાજા પાસે આવીને કહ્યું કે-“હે રાજા! આજે યુદ્ધ કરશે તે આપને જય થશે.” તે સાંભળીને શતાનીક રાજા સૈન્ય સહિત કિલા બહાર નીકળે. યુદ્ધ કરતાં દધિવાહનનું સત્ય ભાંગ્યું, એટલે તેના હાથી ઘોડા વિગેરે લઈ લઈને શતાનીક રાજા પોતાની નગરીમાં આવ્યું. પછી સેતુકને ઘણું માન આપીને તેણે કહ્યું કે–“હે સેતુક ! હું તારા પર પ્રસન્ન થયો છું, માટે ઈચ્છાનુસાર માગ.” સકે કહ્યું કે“હે સ્વામી ! હું ઘેર જઈ મારી સ્ત્રીને પૂછીને પછી માગીશ.” એમ કહી ઘેર જઈને તેણે પિતાની સ્ત્રીને પુછયું કે “હે પ્રિયા ! આજે શતાનીક શા મારા પર તુષ્ટમાન થઈને ઈચ્છિત વરદાન આપે છે, માટે હું શું માગું?” તે સાંભળીને તેણે વિચાર્યું કે–જે આ ઘણું વૈભવને પામશે તે મારું અપમાન કરશે.” એમ વિચારીને તે સ્ત્રીએ કહ્યું કે-“હે પ્રાણનાથ ! જે તમારા પર રાજ પ્રસન્ન થયા હોય, તે હંમેશાં ઇચ્છા પ્રમાણે ભોજન અને એક દીનાર (મહોર) દક્ષિણાની માગણી કરો. કેમકે નિદ્રા વેચીને ગ્રહણ કરેલા ઉજાગરા (જાગરણ)ની જેવા ગામ કે નગરના અધિપતિપણાએ કરીને શું ફળ છે? (એટલે ગામ ગરાસ માગ તે તે નિદ્રા વેચીને ઉજાગર લીધા જેવું છે, માટે તે ન માગવું.)” આ પ્રમાણે સ્ત્રીનું વાક્ય સાંભળીને તે નિર્માગીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org