SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ૮૬ ઉપદશમાળા નરકમાં પડ્યો છું. હવે તું ત્યાં જઈને મારા શરીરને પીડા ઉત્પન્ન કર. ભૂમિ પર પડેલા મારા પૂર્વ ભવના શરીરની કદર્થનાં કર કે જેથી હું નરકમાંથી નીકળું. ” તે સાંભળીને સુરપ્રભ દેવે કહ્યું કે– કો તેણુ જીવરહિએણ. સંપકૅ જાઈએણુ હુજ ગુણે જઈ સિ પુરા જાય તો, તે નરએ નબ નિવડતો પરપા અર્થ-“હે ભાઈ! હવે યાતના પમાડેલા (પીડા પમાડેલા) તે (પૂર્વ ભવના) જીવરહિત શરીર વડે કરીને તને શો ગુણ થાય? જે તે પૂર્વે તે દેહને ત૫સંયમાદિક વડે કદર્થના પમાડી હતી તે તું નરકમાં ન જ પડ્યો હોત.” ૨૫૭. હવે તો કરેલાં કર્મોનું ફળ ભોગવ. તારા દુઃખનું નિવારણ કરવામાં હવે કઈ પણ સમર્થ નથી.” એ પ્રમાણે નરકમાં રહેલા પિતાના ભાઈ શશિપ્રમના જીવને પ્રતિબોધ પમાડીને તે સુરપ્રભ દેવ સ્વસ્થાને સ્વિગૅ] ગયો. આ પ્રમાણે શશિપ્રભનું દષ્ટાંત જાણીને હે ભવ્ય પ્રાણીઓ ! જાવાઈ સાવસેસ, જાવ ય થો વિ અસ્થિ વવસાઓ તાવ કરિજજ અહિયં, મા સસિરાયા વસેઈહિસિ ૨૫ટા અર્થ–“ જ્યાં સુધી આયુષ્ય અવશેષ સહિત (બાકી) હોય અને જ્યાં સુધી શેડો પણ શરીર અને મનને વ્યવસાય-ઉત્સાહ હેય, ત્યાં સુધી આત્માને હિતકારક એવું તપ સંયમાદિક અનુષ્ઠાન કરવું, પાછળથી શશિપ્રભ રાજાની જેમ શેક કરવો નહીં. અર્થાત્ પછીથી શેક કરવાનો વખત આવે તેમ કરવું નહીં. ” ૨૫૮. છે ઈતિ શશિપ્રભનૃપસંબન્ધઃ છે ૬૨ ગાથા ૨૫૭-જાઈએણુયાતિસેન પીડિતેનેતિ વાવત ! જયંતી યાતિતઃપીડિત ઇતિ યાવત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005229
Book TitleUpdeshmala Bhashantar
Original Sutra AuthorN/A
AuthorDharmdas Gani
PublisherAtmanand Jain Sabha
Publication Year1985
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy