________________
૩૬૫
ઉપદેશમાળા નિયમ જેને દઢ હોય, વળી જે પૌષધ (ધર્મનું પોષણ કરનાર હોવાથી પૌષધ), અને અવશ્ય કરવા લાયક સામાયિક વિગેરે છ આવશ્યક (પ્રતિક્રમણ) ને વિષે અમ્બવિત–અતિચાર રહિત હોય, તથા જે મધ, મદ્ય (મદિરા), માંસ અને વડલા, ઉંબરા વિગેરે પાંચ પ્રકારના વૃક્ષોના બહુ જીવવાળા ફળો તથા બહુ બીજવાળા વૃત્તાંક [ રીંગણું] વિગેરેથી નિવૃત્તિ પામેલ હય, એટલે અભયાદિકના ત્યાગવાળ હોય, તે શ્રાવક કહેવાય છે.” ૨૩૪, અષ્ટમ્યાદિ પર્વણીને વિષે સાવાયાગરૂપ નિયમ વિશેષ તે પૌષધ કહેવાય છે; અને દરરોજ બે ટંક અવશ્ય કરવાના હોવાથી પ્રતિક્રમણ તે આવશ્યક કહેવાય છે. નાહબ્બકમજવી. પચ્ચકખાણે અભિખમુજજુત્તો સવૅ પરિમાણુક , અવરજજઇ ત પ સંકેતો ર૩૫
અર્થ–“વળી શ્રાવક પન્નર પ્રકારના કર્માદાન પૈકી કોઈ પણ પ્રકારના અધમ કર્મથી આજવિકા કરતા ન હોય, એટલે શુદ્ધ -નિર્દોષ વ્યાપાર કરતા હોય, તથા દશ પ્રકારના પ્રત્યાખ્યાનમાં નિરંતર ઉદ્યમવાન હય, વળી જેને સર્વ ધન ધાન્ય વિગેરેનું પરિમાણ કરેલું હોય, એટલે જે પરિગ્રહના પ્રમાણવાળે હેય અને જે આરંભાદિક જે કાંઈ અપરાધવાળું—ષવાળું કાર્ય કરે તે પણ શંકિત થઈને કરે અર્થાત્ નિઃશંકપણે કરે નહીં અને કર્યા પછી પણ આયણ લઈને તે દોષથી શુદ્ધ-મુક્ત થાય. (શ્રાવક એ હોય.)” ૨૩૫ નિખમણનાણુનવાણુજન્મભૂમીએ વંદઈ જાણું ! ન ય વસઈ સાહુનણવિરહિયમિ દેસે બહુગુણવિ ર૩૬
અર્થ–“વળી શ્રાવક જિનેશ્વરોના નિષ્ક્રમણ (દીક્ષા) કેવળજ્ઞાન, નિર્વાણ (મેક્ષ) અને જન્મભૂમિરૂપ કલ્યાણક સ્થાનને વંદના કરે છે, અર્થાત્ તીર્થયાત્રાને કરનારે હોય છે, અને બીજા ગાથા ૨૩૫-મુજજો અરજઝઈ–અપરાધચાત / ગાથા ૨૩૬–સાહજણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org