SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૦ ઉપદેશમાળા ગિરિસુઅyક્સુઆણું, સુવિહિય આહરણું કારણજિહન્ના વજજેજ સીલવિગલે, ઉજજુય સોલે હવિજજ જઈ મારા અર્થ–“ હે સુવિહિત-સારા શિષ્ય! ગિરિશુક [ પર્વતમાં પર્વત સમીપમાં રહેનારા ભિલ્લોને પોપટ ) અને પુછપશુક (વાડીને પોપટ) નું ઉદાહરણ ગુણદોષનું કારણ છે, એટલે ઉત્તમ અને અધમ સંગ અનુક્રમે ગુણ અને દોષનું કારણ છે તે બતાવનારું છે એમ જાણુને યતિએ શીલવિકલ એટલે આચારરહિત સાધુઓને વર્જવા, અને શીલ-ચારિત્રના આચરણમાં ઉદ્યક્ત-ઉંઘમવાન થવું.” ૨૨૭. અહીં તે બે શુકનું દષ્ટાંત જાણવું. પ૮. ગિરિરાક અને પુષ્પશુકની કથા વસંતપુર નગરમાં કનકકેતુ નામે રાજા હતા. તે એકદા વનક્રીડા કરવા માટે નગર બહાર નીકળ્યા. અપર સ્વાર થઈને રાજાએ અશ્વ દોડાવ્યું. એટલે તે વિપરીત શિક્ષા પામેલો અશ્વ અતિ ત્વરાથી દોડીને એક મેટા જંગલમાં રાજાને લઈ ગયે. છેવટે થાકીને અશ્વ એક સ્થાને ઉભો રહ્યો. એટલે રાજા પણ થાકી ગયેલ હોવાથી તેના પરથી ઉતરીને તે અરયમાં એક આમ તેમ ફરવા લાગ્યો. તેવામાં થોડે દૂર ઘણા માણસોને કોલાહલ સાંભળીને વિશ્રામ લેવા માટે રાજા તે તરફ ચાલે. તેટલામાં એક વૃક્ષની શાખાપર બાંધેલા પાંજરામાં રહેલો એક પિપટ બેલ્યો કે “અરે ભિલે! દોડે, દોડા, કોઈ મોટો રાજા આવે છે, તેને પકડી લે, જેથી તમને લક્ષ રૂપિઆ આપશે.” તે પોપટનું વાકય સાંભળીને ઘણા ભિલ્લો રાજા તરફ દોડ. તેમને આવતા જોઈને રાજા પણ પવન સરખા વેગવાલા પેલા અ%પર સ્વાર થઈને એકદમ ભાગ્યો. એક ક્ષણ વારમાં તે એક જ દૂર જતો રહ્યો. ત્યાં તેણે એક તાપસનો આશ્રમ જોયો. તે આશ્રમની ફરતી એક સુંદર વાડી હતી. તેમાં એક ગાથા રર૭-વિહિનુ વિહનુ-જ્ઞાત્વા એ વજિજજ ! ઉજજુઅ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005229
Book TitleUpdeshmala Bhashantar
Original Sutra AuthorN/A
AuthorDharmdas Gani
PublisherAtmanand Jain Sabha
Publication Year1985
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy