________________
. કોઈ કોઈ સમાન
દિયો
શિથિલ થયા
૩૪૬
ઉપદેશમાળા વધતે ગયે. તેથી મિષ્ટ આહારના ભેજનવડે, અતિ કમળ શય્યામાં શયન કરવાવડે અને સુંદર ઉપાશ્રયમાં રહેવાવડે તે આચાર્ય રસધ્ધ થઈ ગયા, આવશ્યકાદિક નિત્યક્રિયા પણ છેડી દીધી, અને મનમાં અહંકાર કરવા લાગ્યા કે “મને શ્રાવકે કે રસવાળે આહાર આપે છે? એ પ્રમાણે તે રસગૌરવ કરવા લાગ્યા. અનુક્રમે ત્રણે ગૌરવમાં નિમગ્ન થઈને સર્વ જગતને તૃણ સમાન માનવા લાગ્યા. મૂળ ગુણમાં પણ કઈ કઈ વખત અતિચારાદિક લગાડવાવડે શિથિલ થયા. એ પ્રમાણે ચિરકાળ સુધી અતિચારાદિકથી દૂષિત થયેલા ચારિત્રનું પાલન કરીને છેવટે તેની આલોચના કર્યા વિના મૃત્યુ પામી તે જ નગરના જળને નીકળવાની ખાળ પાસેના યક્ષાલયમાં યક્ષપણે ઉત્પન્ન થયા, ત્યાં તેણે વિર્ભાગજ્ઞાન વડે પૂર્વભવ જોઈને પશ્ચાત્તાપ કર્યો કે “હા, હા ! મેં મૂર્માએ જિલ્લાના સ્વાદમાં લંપટ થઈને આવી કુદેવની ગતિ પ્રાપ્ત કરી.” પછી પોતાના શિષ્યો બહિભૂમિએ (ઈંડિલ) જઈને પાછા આવતાં તે યક્ષની ૨જીક આવ્યા ત્યારે તેમને ઉદ્દેશીને તે યક્ષે પિતાની જિહા મુખથી બહાર કાઢીને દેખાડી. તે જોઈને તે સર્વે શિષ્યોએ મન દઢ રાખીને તેને પૂછયું કે – “હે યક્ષ! તું કેણ છે? અને શા માટે જીહુવાને બહાર કાઢે છે?” યક્ષ બે કે હું તમારો ગુરુ મંગૂ નામનો આચાર્ય જીહ્વાના સ્વાદમાં પરાધીન થઈને આ અપવિત્ર દેવ થયો છું. મેં ગૃહનો ત્યાગ કરી ચારિત્ર લઈને પણ જિનેશ્વરે કહેલા ધર્મની આરાધના ન કરી અને ત્રણ ગૌરવવડે આ આત્માને મલિન કર્યો, ચારિત્રની શિથિલતામાં સમગ્ર આયુષ્ય ગુમાવ્યું. હવે અધન્ય, પુણ્યરહિત અને વિરતિ વિનાને એ હું શું કરું? આ ભવમાં તે હું વિરતિ પાળવાને સમર્થ નથી; તેથી મારા આત્માને હું શેક કરું છું. આ પાપી જીવ વીતરાગના ધર્મને પામ્યા છતાં પણ તે ધર્મનું સમ્યફ પ્રકારે પાલન નહીં કરવાથી ઘણે કાળ સંસારમાં ભટકશે. માટે હે સાધુઓ! તમે શ્રીજિનમને પામીને લંપટ થશે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org