________________
૩૪૫
ઉપદેશમાળા અર્થ_“તેમજ શ્રતની એટલે સિદ્ધાંતની પરીક્ષાના નિકષ એટલે કટીના પાષાણુ તુ અર્થાત્ બહુશ્રત એવા મંગૂ નામના આચાર્ય મથુરા નગરીમાં નગરની પાળ પાસે (યક્ષપ્રાસાદમાં) યક્ષપણે ઉત્પન્ન થયા અને પછી તે સુનિહિત જન એટલે સાધુ જનને (પાતાના શિષ્યોને) બોધ પમાડવા લાગ્યા અને હૃદયમાં ઘણે શેક કરવા લાગ્યા. એટલે શિષ્યને બંધ કરતાં પોતાના હૃદયમાં અત્યંત શોક કરતા હતા. (તે વાત હવે પછીની ગાથામાં કહેવામાં આવશે).” ૧૯૧ અહીં મંગૂઆચાર્યને સંબંધ જાણ. ૫૭.
મંગુસૂરિની કથા એકદા સુતરૂપે જળના સાગરરૂપ યુગપ્રધાન શ્રીમંગૂ નામના આચાર્ય મથુરા નગરીમાં પધાર્યા. તે નગરીમાં ઘણા ધનાઢય શ્રાવકો રહેતા હતા. તેઓ સાધુઓની અત્યંત ભક્તિ કરનારા હતા. તેથી તેઓએ તે આચાર્યની ઘણી સેવા કરી. આચાર્ય પણ ત્યાં જ રહીને પઠન, પાઠન તથા વ્યાખ્યાન કરવા લાગ્યા. તેથી તેમણે શ્રાવકોનાં ચિત્ત અત્યંત આવત કર્યા એટલે તેઓ મંગૂસૂરિપર અધિક ભકિતવાળા થયા. આચાર્યની સર્વ રીતભાત ઉંચા પ્રકારની જોઈ ને તેઓ એમ વિચારવા લાગ્યા કે આ સૂરિને આહારાદિકનું દાન કરવાથી આપણે ભવસાગરને પાર પામીશું જ.” એમ જાણીને ત્યાંના શ્રાવકે તેમને મિષ્ટ અને સરસ આહાર આપવા લાગ્યા. તે આહાર ભોગવતાં આચાર્યને રસલુપતા થઈ. એટલે તેમણે વિચાર કર્યો કે “જુદે જુદે સ્થાને વિહાર કરતાં આ આહાર કોઈ પણ સ્થાને હું પામ્યું નથી. વળી અહીં શ્રાવકે પણ વિશેષ પ્રકારે ભક્તિ કરે છે, માટે આપણે તે અહીં જ સ્થિરતા કરવી યોગ્ય છે.” એમ વિચારીને તે આચાર્ય સ્થાનવાસીપણાએ કરીને એક સ્થાને જ રહેવાપણાએ કરીને ત્યાં જ રહ્યા. ધીરે ધીરે ગૃહસ્થીની સાથે પરિચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org