________________
ઉપદેશમાળા ઇષ્ટ લાગે છે.” બટુક બેલ્યો કે–“હે સ્વામિન! એ સત્ય છે. જેમ ચંદ્રની કાંતિના દર્શનથી ચાંદ્રોપલમાંથી જ અમૃત સવે છે, બીજામાંથી સવતું નથી, તેમ આ સંસારમાં પણ છે જેને વલ્લભ હોય છે, તેને જોવાથી તૃપ્તિ થતી જ નથી” કુમારે કહ્યું કે
મારે આગળ જવાનું ખાસ કારણ છે, પરંતુ તારા પ્રેમની શંખલાથી બંધાયેલ મારું મન એક પગલું પણ આગળ ભરવાને ઉત્સાહિત થતું નથી, તેથી કૃપા કરી તું મારી સાથે ચાલ. પાછો હું તને અહીં અવશ્ય લાવીશ.” એ પ્રમાણે સાંભળીને બટુક બોલ્યો કે–“મારે અત્રે હંમેશા ચક્રધર દેવની પૂજા કરવાની છે, તેથી મારાથી કેમ આવી શકાય? વળી દંભરહિત વ્રત ધારણ કરનાર મને ત્યાં આવવાનું પ્રજન પણ શું છે?” કુમારે કહ્યું કે–“જે કે તારે કંઈ પણ કાર્ય નથી તો પણ મારા ઉપર કૃપા કરીને તારે આવવું જોઈએ.” કુમારના આગ્રહથી તેણે તે કબૂલ કર્યું, અને તેની સાથે આગળ ચાલ્યા. માર્ગમાં જતાં કુમારને બટુકની સાથે ઘણું પ્રીતિ બંધાણી. એક ક્ષણ પણ તે તેને સંગ છોડતું નથી. તેની સાથે જ બેસવું, ઉઠવું, ચાલવું ને સૂવું વિગેરે કરે છે. શરીરની છાયાની જેમ તેઓ બને એક ક્ષણ પણ ને ખા પડતાં નથી. દૂધ ને જળની જેવી તેઓને મિત્રી થઈ છે. કહ્યું છે કે –“દૂધે પિતાની સાથે મિશ્રિત થયેલ જળને પોતાના સર્વ ગુણ આપ્યા. પછી દૂધને તાપ ઉપર ચડાવેલું જેઈને જળ પિતાની જાતને અગ્નિમાં નાંખી, અર્થાત પિતે બળવા માંડયું; તે વખતે પિતાના મિત્રને આપત્તિમાં જોઈને દૂધ ઉછલીને અગ્નિમાં પડવા તૈયાર થયું. તેને પાછું તેના મિત્ર સાથે મેળવ્યું અર્થાત્ પાણી છાંટયું ત્યારે તે શાંત થયું. સારા માણસની મૈત્રી એવા પ્રકારની હોય છે.”
એકદા કુમાર બટુકને કહેવા લાગ્યો કે-“હે મિત્ર ! મારુ મન મારી પાસે નથી.” તેણે પૂછ્યું કે-“તે કયાં ગયું છે.?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org