________________
ઉ૦૫
ઉપદેશમાળા શીષધના પ્રગથી તેને સ્વસ્થ કર્યો, તેથી તે વિદ્યાધરે પ્રસન્ન ને રામને પરશુવિદ્યા આપી. તેણે પરશુવિદ્યા સાધી, તેથી તે શુરામના નામથી પ્રસિદ્ધ થયે. પછી દેવતાથી અધિષ્ઠિત થયેલી hણ (કુહાડી) ને લઈને અજય એ તે જ્યાં ત્યાં ફરવા
અન્યદા પરશુરામની માતા રેણુક હસ્તીનાપુરમાં પોતાની તને મળવા અર્થે ગઈ. ત્યાં પિતાની બેનના પતિ અનંતવીર્યની દાથે સંબંધ થવાથી તેને ગર્ભ રહ્યો. અનુક્રમે તેને પુત્ર થયો. પછી પુત્ર સહિત રેણુકાને યમદગ્નિએ પિતાના આશ્રમમાં આણી રશુરામે માતાનું દુરિત જાણું પોતાની પુત્રવતી માતાને મારી iી આ ખબર અનંતવીર્યને પડવાથી તેણે ત્યાં આવી યમદગ્નિના કાશ્રમને ભાંગી નાંખે. તેથી ક્રોધિત થયેલા પરશુરામે પરશુથી મતવીર્યનું મસ્તક છેદી નાંખ્યું. પછી તેને પુત્ર કતિવિર્ય Eાજ્યાધિકારી થયો. તેણે પિતાનું વેર વાળવા માટે પરશુરામના પિતા યમદગ્નિને મારી નાંખ્યું. તેથી પરશુરામે ત્યાં જઈ પરશુના પ્રભાવથી કીર્તિવીર્યને હણી હરતીનાપુરનું રાજ્ય લઈ લીધું. તે ખતે ચૌદ સ્વપ્નથી સૂચિત ગર્ભ જેણે ધારણ કર્યો છે એવી પ્રતિવીર્ય રાજાની તારા નામની સ્ત્રી પોતાના પતિના મરણ સમયે નાસી ગઈ તે વનમાં તાપસના આશ્રમે આવી પહોંચી. ત્યાં જઈ તેણે તાપસેને પિતાનું સર્વસ્વ (વૃત્તાંત) કહ્યું. દયાથી આદ્ર ચત્તવાળા તાપસેએ તેને ગુપ્ત રીતે ભેયરામાં રાખી. અનુક્રમે તેને ત્યાં પુત્ર છે. તેનું નામ સુભૂમ નામ પાડ્યું. અનુક્રમે તે મોટે થવા લાગ્યા. પરશુરામે ક્ષત્રિય ઉપર ક્રોધ કરીને સાત વાર નક્ષત્રી પૃથ્વી કરી અને મારેલા ક્ષત્રિયેાની દાઢોને એકઠી કરીને એક થાળ ભરી મૂક્યો.
એક દિવસ ફરતો ફરતો પરશુરામ પેલા તાપસેની ઝુંપડીએ આવ્યું, ત્યારે પરશુની અંદરથી વાલા નીકળવા લાગી. તેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org