________________
ઉપદેશમાળા વિગેરે વાર્તા કરવા લાગી, તે કમલવતીની સાથે વિશેષ વાતચિત કરતી હતી, અને જેમ કમલવતીને તેના પર વધારે વિશ્વાસ ઉત્પન્ન થાય તેમ કરતી હતી. દરરોજ જવા-આવવાનું કરતાં તેણે એક દિવસ ફૂટ વિઘાથી કમલવતીના મંદિરને વિષે પરપુરુષને આવતે કુમારને બતાવ્યું. પણ તેના મનમાં જરાએ આવ્યું નહિ; તે તે વિચાર કરવા લાગ્યા કે—-“કમલવતીનું શીલ સર્વથા નિષ્કલંકિત છે.” એ પ્રમાણે ઘણીવાર પરપુરુષને આવતાં જેવાથી કુમારે વિચાર્યું કે “શું કમલવતી શીલથી ખંડિત થઈ હશે? કે જેથી હું હમેશાં તેના મંદિરમાં પરપુરુષને આવતા જતા પ્રત્યક્ષ જોઉં છું.” તેણે કમલવતીને પૂછ્યું કે-“હું હમેશાં તારી મંદિરને વિષે પરપુરુષને આવતા જોઉં છું તેનું શું કારણ?” તે સાંભળી કમલવતી બેલી કે-“હે પ્રાણનાથ ! હું કઈ પણ જાણતી નથી. જ્યારે તમે પરપુરુષના સંચારનું સ્વરૂપ પૂછો છો ત્યારે તે મારાં કર્મને દેષ છે. જ્યારે તમે એવું જુએ છે ત્યારે હું જરૂર મદભાગ્યવતી છું. માટે જે આ પૃથ્વી માર્ગ આપે, તો તેના વિષે સમાઈ જાઉં કે જેથી એવું અશ્રાવ્ય વચન સાંભળવું ન પડે.” આ પ્રમાણે ઉત્તર સાંભળીને કુમાર વિચાર કરવા લાગ્યો કે -ખેરખર એ ભૂત આદિનું વિલસિત જણાય છે. આનામાં કઈ પણ પ્રકારની કુચેષ્ટા જણાતી નથી. જોકે સુંદર ભ્રકુટીવાલી સ્ત્રી યૌવનાવસ્થામાં તીક્ષણ કટાક્ષ ફેંકીને પરના મનને મેહિત કરે છે, પરંતુ તે પુરુષની સાથી હંમેશાં સંગમ કેવી રીતે સંભવે ? તેમાં પણ વિશેષે કરીને અંતઃપુરને વિષે તે તે સંભવે જ નહિ. કેમકે અકાલ મૃત્યુને અભિલાષી એવી કેણ અહીં હમેશાં આવે? એ પ્રમાણે વિચાર કરવાથી તે સત્ય જણાયું નહિ, પણ મનની અંદર શંકાયુક્ત રહ્યો. તેથી કાંઈક સ્નેહ તે ઘટયો. પેલી દુષ્ટએ વિચાર કર્યો કે-“હજુ પણ આનું ચિત્ત તેના ઉપરથી વિરક્ત થયું નહિ, તેથી હવે બીજા ઉપાયથી તેમના નેહને ભંગ કરું.” એવું ધારીને ૧. ન સાંભળવા યોગ્ય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org