________________
૧૪
ઉપદેશમાળા કનકવતી તથા કમલવતીની સાથે વિષયસુખ ભગવત સુખમાં કાળ નિર્ગમન કરવા લાગ્યો.
અહીં સેમપુરીને વિષે પુરુષોત્તમ રાજાની પુત્રી રત્નાવતી વિચાર કરવા લાગી કે “અરે! મારા પાણિગ્રહણ અર્થે અહીં આવતાં રણસિંહ કુમાર રસ્તામાં કમળવતીને પરણ્યા અને તેનામાં અતિ લુબ્ધ થયા, એટલું જ પણ નહિ તે મારા વલભે મને એવી વિસ્મૃત કરી દીધી કે અહીં મને પરણવાને પણ આવ્યા નહિ. હમણું તે તે કમલવતી વિના બીજા કઈ તરફ નજર પણ કરતા નથી, તેથી તેણે કાંઈ કામણ કર્યું હોય એમ જણાય છે. ભર્તાનું હૃદય કમલવતીના નેહથી અતિ ભરપૂર થયેલું દેખાય છે કે જેથી મારા સ્નેહને તેમાં અવકાશ થઈ શકતો નથી. પરંતુ હું ત્યારે ખરી કે જ્યારે કેઈ પણ ઉપાયે કરી તેના ઉપર કલંક ચડાવીને તેના ઉપરથી ભર્તારના ચિત્તને ઉતારી નખાવું.” એ પ્રમાણે વિચાર કરીને તેણે પોતાની માતાને એ વાત જણાવી. તેણે પણ “તારી ઈછાનુસાર કરએવી રજા આપી. પછી ત્યાં એક દુષ્ટ “ગંધમૂષિકા” નામની કામણ તથા વશીકરણ વિગેરેમાં કુશલ એવી સ્ત્રી રહેતી હતી. તેને બોલાવીને રત્નાવતીએ કહ્યું કે -“હે માતા ! તું મારું એક કાર્ય કર, તે કાર્ય એ છે કે રણસિંહ કુમાર કમળવતીના ઉપર અતિ લુબ્ધ થયેલા છે, તેથી એવું કરો કે જેથી તેને કલંકથી દૂષિત માનીને કુમાર ઘરમાંથી કાઢી મૂકે.” તે સાંભળીને પરિત્રાજિકાએ તે વાત કબૂલ કરી અને બેલી કે- એમાં તે શું મોટું કામ છે? તે હું અ૫ કાળમાં કરીશ.” એ પ્રમાણે વચન આપીને તે થોડા દિવસમાં રણસિંહ કુમાર હતા તે નગરમાં આવી. ત્યાં તે અતપુરમાં કનકાવતીના મંદિરમાં ગઈ અને તેને
નવતીના કુશલ સમાચાર વિગેરે નિવેદન કર્યું. રનવતીના તરફથી સમાચાર લાવેલી હોવાથી કનકાવતીએ તેને સન્માન આપ્યું. પછી તે હમેશાં અતઃપુરમાં જવા લાગી. અને કુતૂહલ વિનોદ
એક હ
તી કાર્ય કરે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org