________________
૧૨
ઉપદેશમાળા પહેરાવ્યો, અને પોતે પુરુષવેષ ધારણ કરીને રણસિહ કુમારની સમીપે ગઈ. કુમારે પણ તેને નેહરષ્ટિથી બે હસ્તવડે ગાઢ આલિંગન કરીને પિતાની પાસે બેસાડી.
હવે લગ્ન વખતે ભીમપુત્ર હાથી ઉપર સ્વારી કરીને મેટા આડંબરથી પરણવા આવ્યા; અને મહત્સવ પૂર્વક કમળવતીનો વેષ જેણે ધારણ કર્યો છે એવા સુમિત્રની સાથે પાણિગ્રહણ કરી તેને લઈને પોતાને સ્થાને આવ્યો. પછી કામના આવેશથી કેમલ આલાપપૂર્વક નવીન વધૂને પુન: પુનઃ બેલાવવા લાગે; પણ તે જરા પણ બેલતી નથી; ચૂપ થઈને બેસી રહી છે. અતિ કોમના આવેશમાં તેણે હસ્ત વડે તેના અંગને સ્પર્શ કર્યો. તે સ્પર્શથી તે તો પુરુષ છે એવું જાણુંને તેણે પૂછયું કે–“તું કેણુ?” તેણે ઉત્તર આપે કે-“હું તારી વધૂ છું.”કુમારે પૂછ્યું કે તું વધુ કયાં છે? તારા હસ્પર્શથી જણાય છે કે તું પુરુષ છે.” ત્યારે વધુને વેષ ધારણ કરનાર સુમિત્રે જવાબ આપ્યો કે-“હે પ્રાણનાથ ! આ શું લો છો? શું તમે તમારું ચેષ્ટિત પ્રકટ કરો છો ? વિવાહના ઉત્સવથી પરણેલી એવી મને ચેટકવિદ્યાથી પુરુષરૂપ કરો છે; તેથી હું હમણાં મારા પિતા પાસે જઈને કહીશ કે હું કુમારના પ્રભાવથી પુત્રીપણાને તજી દઈને પુત્ર થઈ છું” એ પ્રમાણે બોલવાથી “આ કેમ બન્યું ?” એમ વિચારતે ભીમપુત્ર વ્યગ્ર ચિત્તવાળો થયો. તે અવસરે સ્ત્રીવેષ ધારણ કરનાર સુમિત્ર રણસિંહ કુમાર પાસે આવ્યું, અને રાત્રિનું સર્વ વૃત્તાંત કહ્યું તે કૌતુક સાંભળીને તેઓ સર્વ હસ્તતાલી દઈને હસવા લાગ્યા.
અહીં ભીમપુત્રે કનકસેન રાજા પાસે આવીને કહ્યું કેમારી સાથે તમારી જે પુત્રીના લગ્ન થયા તે તે પુત્ર દેખાય છે.” તે સાંભળીને તેના સાસુ સસરાએ કહ્યું કે-“શું આ જમાઈ ગાંડો થઈ ગયો છે કે આ પ્રમાણે લાવે છે? અથવા શું ભૂતથી આવેશવાન થયેલ છે કે જેથી આ પ્રમાણે અસંબંધ બોલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org