________________
૨૩૬
ઉપદેશમાળા
છે-વિનાશ કરે છે. જેમ ભગવંત શ્રી મહાવીર સ્વામીને ( મરીચિના ભવમાં સત્ય ન કહેવાથી) વિશાળ એવા જરા મરણુ રૂપ મહેાધિમહાસમુદ્ર થયા. અર્થાત્ કટાર્કટિ સાગરોપમ પ્રમાણુ સ‘સાર વધાર્યા.” ૧૦૬.
અહી‘શ્રી મહાવીર સ્વામીના પૂર્વ ભવના સંબંધ જાણવે ૩૧.
પ્રથમ ભવમાં પશ્ચિમ મહાવિદેહને વિષે ‘નયસાર' નામે કંઈ શ્રામાધિપતિ (ગામેતી) હતા. તે એક દિવસ કાષ્ટ લેવાને માટે વનમાં ગયા. મધ્યાહ્ન સમયે ભાજન તૈયાર કર્યું. તે અવસરે સાથથી વિખૂટા પડી ગયેલા કેાઈ એક મુનિ ત્યાં આવ્યા તેને જોઈ ને નયસાર ઘણા ખુશી થયેા અને ભાવથી શ્રદ્ધા પૂર્વક તેને આહાર આપ્યાં. આહાર કરી રહ્યા પછી સાધુને માર્ગ બતાવવાને માટે તે સાથે ગયા. સાધુએ પણ ચેાગ્ય જીવ જાણીને તેને દેશનાવડે સમ્યક્ત્વ પ્રાપ્ત કરાવ્યુ. પછી તે સાધુને નમીને ઘેર ગયા. કાલાંતરે મરણ પામીને તે સૌધર્મ દેવલેાકમાં ઉત્પન્ન થયા. એ બીજો ભવ થયા.
ત્યાંથી ચ્યવીને ત્રીજા ભવમાં રિચિ નામે ભરત ચક્રવતી ના પુત્ર થયા. શ્રી ઋષભદેવ ભગવાનની દેશના સાંભળી, ભાગાના ત્યાગ કરી સ્થવિર મુનિ પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. પછી અગ્યારઅંગનુ અધ્યયન કરી ચરિત્ર પાળતાં એકવાર ઉષ્ણકાળમાં તાપથી પીડિત થઈ ને તે વિચાર કરવા લાગ્યા કે ‘ મારાથી ચારિત્ર પાળવું મુશ્કેલ છે, આ ચારિત્રધર્મ અતિ દુષ્કર છે, તેથી મારાથી તે પાળી શકાય તેમ નથી અને ઘેર જવું એ પણ ચેાગ્ય નથી.’ એ પ્રમાણે વિચાર કરીને તેણે એક નવા ત્રિદડી વેષ ગ્રહણ કર્યાં; પરંતુ જે કોઈ તેને ધમ પૂછે તેની આગળ સાધુધમ પ્રકાશિત કરે અને જે કેાઈ તેની દેશનાથી પ્રતિમાધ પામે તેને ભગવાનની પાસે મેકલે આ પ્રમાણે તેણે અનેક રાજપુત્રાને પ્રતિબેધ પમાડથો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org