________________
૧૮૫
ઉપદેશમાળ બતાવતી મુનિ આગળ આવી. કટાક્ષ નાંખતી અને અંગોપાંગને મરડતી એવી તે મૃગલોચનાને જોઈ મુનિનું મન સુસ્થિર હતું છતાં પણ પરવશ થઈ ગયું. અહે! કામવિકાર ખરેખર દુર્જય છે. કહ્યું છે કે – વિકતિ કલાકુશલ, હસતિ શુચિ પંડિત વિડંબમતિ અધરતિ ધીરપુરુષ, ક્ષણન મકરધ્વજો દેવા
કામદેવ ક્ષણમાત્રમાં કલાકુશલને વિકલ બનાવે છે, પવિત્રને હસી કહાડે છે, પંડિતને વિટંબણું પમાડે છે અને ધીર પુરુષને પણ અવૈર્ય બનાવી દે છે.” વળી કહ્યું છે કે –
મત્તભકુંભદલને ભુવિ સંતિ શૂરાઃ કેચિ—ચંડમૃગરાજવધેડપિ દક્ષા કિંતુબ્રવીમિ બલીનાં પુરત: અસહ્ય
કંદર્પદર્પદલને વિરલા મનુષ્યા છે
આ પૃથ્વી ઉપર મદમસ્ત ગજેન્દ્રના કુંભસ્થલને દળી નાંખવામાં શક્તિવાન–શૂરવીર એવા મનુષ્યો પણ હોય છે, તેમજ પ્રચંડ કેસરીસિંહને વધ કરવામાં કુશલ એવા મનુષ્ય પણ હોય છે; પરંતુ બળવાનેની આગળ હું આગ્રહપૂર્વક કહું છું કે કામદેવના દર્પનું હલન કરવામાં કુશલ–શક્તિમાન એવા મનુષ્યો તો વિરલા જ હેય છે.”
પછી તે સિંહગુફાવાસી મુનિએ કામથી પરવશ બની જઈને ઉપકશા પાસે ભેગની પ્રાર્થના કરી. ત્યારે તેણે કહ્યું કે અમે નિર્ધનને આદર કરતા નથી, માટે પ્રથમ ધન લાવે અને પછી ઈરછા મુજબ વર્તે” એ પ્રમાણે સાંભળી ધન મેળવવાના ઉપાય સંબંધી ચિંતન કરતાં તેને યાદ આવ્યું કે “ઉત્તર દિશામાં નેપાલ દેશને રાજા અપૂર્વ (નવા) સાધુને લક્ષ મૂલ્યનું રત્નકંબલ આપે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org