________________
૧૮૪
ઉપદેશમાળા કરતું નથી તે પ્રાણું પાછળથી એ શોક કરે છે કે જે ઉપકેશાને ઘરે ગયેલા તપસ્વી મુનિએ .” ૬૧. - “અહીં જે ગુરુના વચનને અપ્રમાણ કરે છે એમ કહ્યું છે ત્યાં “જે ગુરુના ઉપદેશને માનતું નથી એવો અર્થ પણ થાય છે.
થુલિભદ્રજીની ઈર્ષાથી કેશા વેશ્યાના બહેન ઉપકેશા વેશ્યાને ઘરે ગયેલા સિંહગુફાવાસી મુનિ જે ચતુર્માસમાં ચારે માસના ઉપવાસ કરીને સિંહની ગુફાને મુખે કાર્યોત્સર્ગે રહેતા હતા તેમનું દૃષ્ટાંત અહીં જાણવું. ૨૦.
- સિંહુગુફાવાસી મુનિનું દષ્ટાંત
એક દિવસ પાડલીપુરમાં શ્રી સંભૂતિવિજય આચાર્યના સિંહગુફાવાસી શિષ્ય સ્થલિભદ્ર ઉપર ઈર્ષા કરી બીજુ ચાતુર્માસ કેશા વેશ્યાની બેન “ઉપકશા” વેશ્યાને ઘેર કરવાની ગુરુ પાસે આજ્ઞા માગી. ગુરુએ અયોગ્યતા જાણ આજ્ઞા આપી નહિ. ગુરુએ કહ્યું કે-“હે મહાનુભાવ! ત્યાં તમારું ચારિત્ર રહેશે નહિ.” એ પ્રમાણે ગુરુએ વાર્યા છતાં પણ તે ત્યાં ગયા અને ચાતુર્માસ નિવાસને માટે યાચના કરી, તે સાથે કહ્યું કે –“જેવું સ્થૂલિભદ્રને રહેવા આપ્યું હતું તેવું સ્થાન મને રહેવા આપો. તેણે તે આપ્યું. પાછળથી ઉપકેશાએ જાણ્યું કે “આ મુનિ સ્થૂલિભદ્રની ઈર્ષ્યા કરીને અહીં આવેલા છે, તેથી હું સ્થૂલિભદ્રના ગુણમાં ઈર્ષ્યા કર્યાનું ફલ તેને બતાવું.” એ પ્રમાણે વિચાર કરી રાત્રિએ તમામ પ્રકારનાં અલંકાર ધારણ કરી, કામદેવને જેણે સજીવન કર્યો છે, જેનાં પવિલોચન પ્રફુલિત થયાં છે, જેનાં મણિજડિત નૂ પુરે રણકાર કરે છે, જેણે કટિતટમ શબ્દ કરતી મેખલા ધારણ કરી છે, મુખમાં તાંબૂલ ચાવી રહી છે, મધુર સ્વરથી જેણે કેફિલના સ્વરને પણ જીતી લીધું છે એવી તે ઉપકેશા હાવભાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org