________________
૧૭૧
ઉપદેશમાળા મને ઘણો આનંદ થયો, તેથી તે ઉપરના અતિ સ્નેહનું શું કારણ છે?” ભગવાને કહ્યું કે –“એ છએ સાધુએ તારા પુત્રો છે. કંસના ભયથી હરિણગમેલી દેવે તેને જન્મતાં જ ઉપાડી તેને બદલે સુનસાના મૃતક પુત્રો મૂકીને ભદિલપુરમાં નાગપની “સુલસા'ના ઘરે તેમને સેપ્યા હતા. ત્યાં તેઓ મોટા થયા. યુવાન વય પામતાં તેઓને બત્રીશ બત્રીશ કન્યાઓ પરણાવી. તેઓએ મારી દેશના સાંભળીને વૈરાગ્ય પ્રાપ્ત થવાથી સંસારનો ત્યાગ કરી ચારિત્ર ગ્રહણ કર્યું. તેઓ કાયમ છઠ્ઠન તપ કરવા લાગ્યા. આજે છઠ્ઠને પારણે મારા આદેશથી નગરીમાં આહાર અર્થે નીકળ્યા, અને તમારે ઘેર પ્રથફ પ્રથફ ડલે આવ્યા. તેમને જેવાથી પુત્ર સંબંધને લીધે તમને હર્ષ ઉત્પન્ન થયા.”
આ પ્રમાણે ભગવાનનાં વચન સાંભળીને દેવકી ઘરે આવી પશ્ચાત્તાપ કરતી સતી મનમાં વિચારવા લાગી કે “વિકસિત મુખવાળા અને કોમળ હાથ પગવાળા પોતાના પુત્રને જે રમાડે છે અને ખેાળામાં બેસાડે છે તે સ્ત્રીને ધન્ય છે ! હું તે અધન્ય અને દુર્ભાગી છું; કારણ કે મેં મારા એક પુત્રને પણ રમાડ્યો નથી.” આ પ્રમાણે ચિતાયુક્ત થઈને ભૂમિ તરફ દષ્ટિ રાખી રહેલા પિતાની માતા દેવકીને કૃષ્ણ દીઠ એટલે તેમણે ચિંતાનું કારણ પૂછયું. દેવકીએ ચિંતાનું કારણ કહી બતાવ્યું. પછી માતાને મરથ પૂર્ણ કરવા માટે અહૂમ તપ કરીને તેણે દેવનું આરાધન કર્યું. દેવે આવીને વરદાન આપ્યું કે “દેવકીને પુત્ર થશે, પણ તે ઘણું કાળ સુધી ઘરમાં રહેશે નહિ. એવું કહી દેવ સ્વસ્થાને ગયે.
અનુક્રમે સિંહના સ્વપ્નથી સૂચિત પુત્ર થયે, તેનું નામ ગજસુકમાલ” રાખવામાં આવ્યું, ક્રમે કરીને તે આઠ વર્ષનો થયે. માતાના આગ્રહથી તેને સેમિલ બ્રાહ્મણની આઠ પુત્રી પરણાવી. પછી નેમીશ્વર ભગવાનની દેશના સાંભળી સંસારની અસારતા જાણું ગજસુકમાલે ચારિત્ર ગ્રહણ કર્યું અને પ્રભુની આજ્ઞા લઈ સ્મશાનભૂમિમાં કાર્યોત્સર્ગ મુદ્રામાં રહ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org