________________
ઉપદેશમાળા
૧૭ છે, તેથી મને બહુ કષ્ટ થાય છે.” ઈત્યાદિ કટુ વાક્યથી તેની બહુ તર્જન કરે છે, પરંતુ નંદિષેણ તે તીવ્રતર શુભ પરિણામવાળા થયા સતા ચિતવે છે કે “આ મહાત્મા કેવી રીતે સ્વસ્થ (નિરોગી) થશે ?' આમ વિચારીને તે બેલ્યા કે-“અરે ગ્લાન મુનિ! મારું દુષ્કૃત્ય મિથ્યા થાઓ. હવે હું તમને સારી રીતે લઈ જઈશ” એમ બેલતા આગળ ચાલવા લાગ્યા. પછી દેવે વિચાર કર્યો કે
અહો ! આ મુનિને ધન્ય છે મેં ! તેને અત્યંત ખેદ પમાડયા છતાં તે જરાપણ ચલિત થયા નહિ. માટે ઈન્દ્રનું વચન સત્ય છે. આ પ્રમાણે વિચાર કરી દેવામાયાને સંહરી લઈ દિવ્ય રૂ૫ ધારણ કરીને બોલ્યા કે- હે સ્વામી ! ઈન્ડે જેવી રીતે તમારું વર્ણન કર્યું હતું તેવું જ મેં જોયું પવિત્ર આત્માવાળા તમને ધન્ય છે ! તમે જ ક્રોધને જીત્યો છે. મારો અપરાધ ક્ષમા કરો.” આ પ્રમાણે વારંવાર કહી નદિષેણ મુનિના પગમાં પડી તે દેવ પિતાને સ્થાને ગયો.
ગશીર્ષ ચંદનથી જેના શરીર ઉપર લેપ કરાયેલો છે એવા નદિષણ મુનિ પિતાને સ્થાને આવ્યા. પછી ઘણું કાળ સુધી વૈયાવચ્ચ કરી નાના પ્રકારના અભિગ્રહોને પાળતાં દુષ્કર તપ કર્યું. બાર હજાર વર્ષ પર્યત ચારિત્રધર્મ પાળી પ્રાંત સમયે સંલેખના કરીને દર્ભના સંથારા ઉપર બેસી ચતુવિધ આહારને ત્યાગ કર્યો. હવે તે સમયે તેવા કેઈ પ્રકારના કર્મને ઉદય થવાથી પિતાનું સંસારીપણાનું દુર્ભાગ્ય યાદ કરી નદિષેણ મુનિએ એવું નિયાણું કર્યું કે “ આ તપચારિત્રાદિના પ્રભાવથી હું આવતા મનુષ્યભવમાં સ્ત્રીપ્રિય થઉં.” એ પ્રમાણે નિદાન કરી, મરણ પામીને આઠમાં સહસ્ર દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા.
દેવલોકથી ચવીને નંદિષેણને જીવ સોરીપુર નગરમાં અંધકવિષ્ણુ રાજાની સુભદ્રા રાનીની કુક્ષિમાં સમુદ્રવિજય આદિ નવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org