________________
૧૬૬
ઉપદેશમળા એક દેવ નગર બહાર ઉદ્યાનમાં લાન મુનિનું રૂપ ધારણ કરીને રહ્યો, અને બીજી દેવ મુનિને રૂપે નગરની અંદર જ્યાં નંદિષેણ મુનિ છઠ્ઠુંનું પારણું કરવા બેસે છે ત્યાં આવ્યા. એવામાં પહેલે ગ્રાસ (કેળીઓ) મુખમાં મૂકે છે તેવામાં પેલો સાધુવેષવાળે દેવ ત્યાં આવીને બે કે-“અરે! નદિષેણ! મારા ગુરુ નગરની બહાર ઉદ્યાનમાં અતિસારના રોગથી પીડા પામે છે અને તું વૈયાવચ્ચ કરનાર કહેવાય છે છતાં નિશ્ચિતપણે ભેજન કરવા કેમ બેઠે છે?” તેવાં વચન સાંભળતાં જ હાથમાં લીધેલ ગ્રાસ છોડી દઈ આહાર ઉપર વસ્ત્ર ઢાંકીને તે સાધુ સાથે નંદિષેણ મુનિ બહાર ચાલ્યા. સાધુદેવે કહ્યું કે “અરે ! પ્રથમ દેહશુદ્ધિ કરવાને માટે તું જળ લઈ લે. એટલે નાદિષેણ જળ વહેરવા ચાલ્યા. પરંતુ તે જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં અશુદ્ધ જળ મળે છે તે પણ તે ખિન થતા નથી. એ પ્રમાણે આખા નગરમાં બે વાર ફરતાં છતાં દેવના ઉપરોધથી તેને શુદ્ધ જળ મળ્યું નહિ. બીજી વાર જળ લેવા ફરતાં લાભાંતરાય કર્મના ક્ષપશની પ્રબળતા થવાથી અને તપલબ્ધિથી દેવે કરેલ ઉપરોધ નિવૃત્ત થતાં શુદ્ધ જળ મળ્યું, તે જળ લઈને દેવમુનિની સાથે વનની અંદર ગ્લાન મુનિ પાસે આવ્યા. ગ્લાન મુનિએ નંજિષણને ઘણું કર્કશ વચનો કહ્યાં, પરંતુ નંદિષણ પિતાને જ દોષ જુએ છે. મનની અંદર જરાયે
ધથી કલુષિત થતા નથી. તેણે કહ્યું કે “હે ગ્લાન મુનિ! મારે અપરાધ ક્ષમા કરે.” એટલું બેલી તેનું શરીર જળવડે સાફ કરી કહ્યું કે “હે સ્વામી! આપ ઉપાશ્રયે પધારે, જેથી ઔષધ કરવા વડે સમાધિ પમાડી શકાય.” દેવરૂપ સાધુએ કહ્યું કે-હે નહિષણ! મારા શરીરમાં ચાલવાની શકિત નથી તેથી હું કેવી રીતે આવું?” ત્યારે નંદિષેણ ગ્લાન મુનિને પોતાની ખાંધ ઉપર બેસાડીને ચાલ્યા. માર્ગમાં તેણે તેના ઉપર અતિ દુર્ગધવાળી અશુચિ કરી; અને “અરે નદિષેણ! તને ધિક્કાર યે! કારણ કે તું ઉતાવળે ઉતાવળે ચાલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org