________________
૧૪૪
ઉપદેશમાળા બાળ-અજ્ઞાની મિથ્યાષ્ટિઓનાં કરેલાં દુષ્ટ ચેષ્ટિતને સ્કંદશિષ્યની જેમ ખમે છે તેમાં શું આશ્ચર્ય છે? અર્થાત્ કાંઈ આશ્ચર્ય નથી. કેમકે મુનિએ દુષ્ટને કરેલો અપરાધ સહન કરવો તે જ યુક્ત છે.” ૪૩.
લેકરૂઢિમાં કાનવાળા હોય તે સકર્ણ કહેવાય છે તે ખરા સકણું નથી, પરંતુ જેમણે જિનવચન સાંભળ્યા છે ને હૃદયમાં ધાર્યા છે તે જ ખરા સકણું છે. તેવા સકણું આ સંસારના સ્વરૂપને અસાર જાણે છે. ન કુલ ઈથ પહાણું, હરિએસવલસ કિં કુલં આસિયા આકંપિયા તણું, સુરોવિ જ પજજુવાસંતિ ૪૪
અર્થ–“અહીં ધર્મના વિચારમાં કુળનું પ્રધાનપણું નથી; એટલે ઉગ્ર ભેગાદિ કુળ વિના ધર્મ ન હોય એ કાંઈ નિશ્ચય નથી. તે વિષે દષ્ટાંત કહે છે-હરિકેશી બળને શું ઉત્તમ કુળ હતું ! નહોતું. તેઓ તો ચંડાલના કુળમાં ઉત્પન્ન થયેલા હતા, છતાં તેમના તપે કરીને આકંપિત થયેલાવશ થયેલા દેવતાઓ પણ તેમની સેવા કરે છે.” ૪૪.
- જ્યારે દેવતાઓ સેવા કરે ત્યારે પછી મનુષ્યની તે વાત જ શી! માટે ધર્મવિચારમાં કુલની પ્રાધાન્યતા નથી, ગુણની છે. અહીં હરિકેશિ બળનું દષ્ટાંત જાણવું. ૧૫
હરિકેશિ મુનિની કથા. પ્રથમ હરિકેશિ મુનિના પૂર્વ ભવનું વૃત્તાંત આ પ્રમાણે–
મથુરા નગરીમાં શંખ નામે રાજા હતો. તે ન્યાયમાં ઘણે નિપુણ હત અન્યદા તે શંખ રાજાએ ગુરુની પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. વિહાર કરતાં કરતાં તે શંખ રાજર્ષિ હસ્તિનાપુર આવ્યા. ત્યાં ભિક્ષાર્થે શહેરમાં પ્રવેશ કરતાં માર્ગ નહિ જાણવાથી તેમણે ગાથા ૪૪-૧ હરિએસિવલસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org