________________
૧૪૨
ઉપદેશમાળા
ખાળી દઈ ક્ષપકશ્રેણી ઉપર આરૂઢ થઈ દુષ્ટ પાલકના લાવેલા ચત્રમાં પીલાતા સતા અતાવસ્થામાં કેવળજ્ઞાન પામીને ( અંતકૃત્ કેવળી થઈને) માક્ષે ગયા. એ પ્રમાણે અનુક્રમે ચારસા નવાણુ સાધુએ મુક્તિ પામ્યા.
પછી એક નાના શિષ્ય બાકી રહ્યો. તેને પણ પાપાત્મા પાલકે પીલવાની તૈયારી કરી ત્યારે સ્કંદકાચાર્યે કહ્યું કે- અરે પાલક ! પ્રથમ મને પીલ, પછી આ લઘુ શિષ્યને પીલો.’ એ પ્રમાણે કહેતાં છતાં પણ દુષ્ટ પાલકે તે શિષ્યને જ જલદીથી પ્રથમ પીયે. તેથી · અરે ! આ દુરાત્માની કેવી દુષ્ટતા છે ! એમ વિચારતાં સ્કંદકાચાય ને અતિ તીવ્ર ક્રોધાગ્નિ પ્રગટ થયા; તે ક્રોધાગ્નિમાં ક્ષણમાત્રમાં તેમના ગુણુરૂપી ઇંધન બળી ગયાં, પછી અરે! મારી નજર આગળ આ ફુરાત્માએ કેવુ' નીચ કૃત્ય કર્યુ” ! આ પાલ પુરોહિત અતિ દુષ્ટ છે, આ દંડક રાજા પણ અતિ અધમ છે અને આ નગરનાં લેાકેા પણ અતિ નિય છે.' એ પ્રમાણે વિચારતાં ક્રોધથી જ્વલિત થયેલા સ્કંદકાચા પાલકને ઉદ્દેશીને કહ્યું કે—અરે દુરાત્મન્! હું તારા વધના કરનાર થઈશ.' એ પ્રમાણે તેમણે નિયાળું કર્યું; તેથી વિશેષ ક્રોધયુક્ત બનેલા પાલકે કઢકાચા ને પણ્ ય.ત્રમાં પીલી નાંખ્યા. તેથી જેમણે સયમની વિરાધના કરી છે એવા કદકાચા મરણ પામીને અગ્નિકુમાર નિકાયમાં દેવપણે ઉત્પન્ન થયા.
"
હવે એ સમયે સ્કંદકાચાયના આધા રુધિરથી લેપાયેલા આ હાથ છે' એવી ભ્રાન્તિથી કેાઈ ગીધ પક્ષીએ ઉપાડયો. પછી તેને માટે પરસ્પર લડતાં પક્ષીના મુખમાંથી તે આધા સ્કંદકાચાની બહેન પુરંદરયશાના આંગણામાં પડયો પુરંદરયશાએ તે આધા ઓળખ્યા, અને લેાકાના મુખવી સઘળી હકીકત સાંભળી; તેથી પુર'દરયશાએ રાજાને કહ્યુ કે અરે પાપી દુરાત્મન્ ! મહા અનીતિ કરનાર ! તેં આ શું કુકમ કર્યું ? સાધુ હત્યાથી થયેલુ‘
Jain Education International
6
For Private & Personal Use Only
www.jainelibrary.org