________________
ઉપદેશમાળા
૧૩૭ નથી અને અશુદ્ધ ભિક્ષા તે ગ્રહણ કરતા નથી. એકદા શ્રી નેમિશ્વર ભગવાને તેને કહ્યું કે-“હે તંત્રણ! તે પૂર્વભવમાં બાંધેલું અંતરાય કર્મ ઉદયભાવમાં આવેલું છે, તેથી તેને શુદ્ધ આહાર મળતે નથી, માટે બીજા મુનિએ આણેલો આહાર ગ્રહણ કર.” ત્યારે હાથ જોડી તે ઢંઢણકુમારે કહ્યું કે-“હે ત્રિલોકનાથ! જ્યારે મારુ અંતરાય કર્મ ક્ષય પામશે ત્યારે જ મારી પોતાની લબ્ધિથી મળેલે શુદ્ધ આહાર હું ગ્રહણ કરીશ, બીજાએ લાવેલો આહાર ગ્રહણ કરવો મને ઉચિત નથી. આ પ્રમાણે કહીને તેણે તે અભિગ્રહ સ્વામીની સાક્ષીએ લીધે. પછી પ્રતિ દિવસ અવ્યાકુળ મને ભિક્ષાથે ફરે છે, પરંતુ તેને શુદ્ધ આહાર મળતું નથી. તેથી તે તૃષા અને સુધા સહન કરે છે. આ પ્રમાણે તેને કેટલેક કાળ વ્યતીત થયો.
એક દિવસ નેમીશ્વર ભગવાનને વાંદવાને માટે કૃષ્ણ વાસુદેવ આવ્યા. પ્રભુને વાંદીને કૃષ્ણ વાસુદેવે પૂછ્યું કે- આપના અઢાર હજાર સાધુઓમાં દુષ્કર કાર્ય કરનારો કયે સાધુ છે?” તે વખતે ભગવાને કહ્યું કે- દુષ્કર કરનાર તે સર્વ સાધુઓ છે, પણ તેમાં ઢંઢણ મુનિ વિશેષ છે. વાસુદેવે કહ્યું કે-“હે ભગવન્! કયા ગુણથી તે વિશેષ છે?” ત્યારે ભગવાને તેને સર્વ અભિગ્રહ કહ્યો. તે સાંભળી અતિ હર્ષિત થઈ કૃષ્ણ બોલ્યા કે-“તે ધન્ય એવા ઢંઢણ મુનિ કયાં છે? તેને વાંદવાની મને તીવ્ર ઈચ્છા થઈ છે” ભગવાને કહ્યું કે-“ભિશાથે શહેરમાં ગયેલા છે, તે તમને સામા જ મળશે, પછી સ્વામીને વાંદીને દ્વારિકાપુરીમાં પાછા આવતાં ગજેન્દ્ર ઉપર આરૂઢ થયેલા કૃષ્ણ ઢંઢણ મુનિને બજારમાંથી સામે આવતા જોયા કૃષ્ણ હાથી ઉપરથી ઉતરી ઢંઢણ મુનિની ત્રણ પ્રદક્ષિણા કરી ઘણું ભાવ પૂર્વક તેમને વાંદ્યા અને કહ્યું કે-“હે મુનિ ! તમને ધન્ય છે ! તમે પુણ્યશાલી છો. અતિ ભાગ્ય સિવાય તમારા દર્શન થવા સુલભ નથી.” તે સમયે સેળ હજાર રાજાઓ પણ તે મુનિના ચરણમાં પડ્યાં. તે વખતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org