________________
ઉપદેશમાળા
૧૧૫ (૩) મારો યેષ્ઠ બંધુ છે, (૪) મારો પુત્ર છે, (૫) મારે સસરો છે, અને (૬) મારો પ્રપિતા (પિતાને પિતા) છે. તારી માની સાથે પણ મારે છે સંબંધ છે. [૧] તે મારી ભ્રાતૃપત્ની (જાઈ) છે. મારી પત્ની (શોક) છે. [૩] મારી માતા છે, [૪] મારી સાસુ છે, [૫] મારી વહુ છે, અને [૬] મારી માતામહી (બાપની મા) છે.” એ પ્રમાણેનાં સાધ્વીનાં વચન સાંભળી પૂર્વ ભવનુ સ્વરૂપ જાણ કુબેરસેનાએ વ્રત ગ્રહણ કર્યું, અને સંસારના પારને પામી.” એ પ્રમાણે હે પ્રભવ ! આ સંસારમાં અનંતવાર દરેક સંબંધ થયેલા છે. કેણ કેવું છે? ધર્મ એ જ પરમ બંધુ છે.
પ્રભવે ફરીથી કહ્યું કે–“હે જ બૂકુમાર ! તમે જે કહ્યું તે ખરૂં છે. પરંતુ “જેને પુત્ર નથી તેને સદ્ગતિ નથી” એવું પુરાણવાક્ય છે. તેથી ભોગ ભોગવીને અને પુત્રને ઘરે મૂકીને પછી સંયમમાં મન રાખજે” જંબૂ કુમારે કહ્યું કે-“કે પુત્ર હોય તો સુગતિ થાય અને તે ન હોય તે કુગતિ થાય એ કાંઈ નિયમ નથી; એ તે સંસારી જીને કેવલ મેહજન્ય ભ્રમ છે. જેમ મહેશ્વરદત્તને પુત્ર કામમાં આવ્યું નહિ તેમ.” પ્રભવે પૂછ્યું કે “તે મહેશ્વરદત્ત કેણ હતો ?” જંબૂ કુમારે કહ્યું કે સાંભળ–
* વિજયપુર નગરમાં મહેશ્વરદત્ત નામે એક શેઠીયે હતો. તેને મહેશ્વર નામે એક પુત્ર હતો. મહેશ્વરદત્ત પિતાના મરણસમયે પુત્રને કહ્યું કે મારા શ્રાદ્ધના દિવસે એક પાડાને મારીને તેના માંસથી આપણા સઘળા પરિવારને તૃપ્ત કરજે.' પછી મહેશ્વરદત્ત મરી ગયે પુત્રે પિતાનું વચન યાદ રાખ્યું. મહેશ્વરદત્ત મરીને વનમાં પાડે થે. મહેશ્વરની માતા ઘરમાં બહુ મેહ હોવાથી મરીને તે જ ઘરમાં કુતરી થઈ. દેવગથી શ્રાદ્ધને દિવસે તે જ પાડો આર્યો. મહેશ્વરની સ્ત્રી વ્યભિચારિણી હતી. તેની * આ ભવનું જ પ્રથમનું સ્વરૂપ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org