________________
ઉપદેશમાળા
૧૦૯
પર'તુ પ્રેમભાવ કેમ જાય ? માટે જો નાગલા મળે તે મારુ સર્વાં મનવાંછિત સિદ્ધ થાય. ” ત્યારે નાગિલાએ કહ્યું કે-“ અરે મુનિ ! ચિંતામણિને છેાડીને કાંકરા કાણુ ગ્રહણ કરે ? હાથીને છેાડીને રાસભ ઉપર કાણુ સ્વારી કરે? નાવને દૂર છેડી દઈ ને માટી શિલાના આશ્રય કાણુ કરે ? કલ્પતરુને છેાડી ધતૂરા કાણુ વાવે ! ” ઇત્યાદિ ઉપદેશ આપી પેાતાના ધણીને વાળી ચારિત્રમાં દૃઢ કર્યો. ભાવદેવ પાપ આળાવી ચારિત્ર પાળીને ત્રીજા સ્વર્ગમાં સાતસાગરેપમના આયુષ્યવાળા દેવતા થયા. નાગિલા પશુ મરણ પામીને સ્વગે ગઈ, ત્યાંથી ચ્યવી એક અવતાર કરીને મેક્ષે જશે.
,,
"
ભાવદેવના જીવ ત્રીજા દેવલાકથી ચ્યવી જ'ખૂદ્વીપમાં પૂર્વ વિદેહને વિષે વીતશેાકા નગરીમાં પદ્મરથ રાજાને ઘેર વનમાલા રાણીની કુક્ષિથી પુત્રપણે ઉત્પન્ન થયા. તેનું શિવકુમાર નામ પાડ્યું. યુવાન વય પામતાં તે પાંચસે રાજકન્યાઓને પરણ્યા. એક દિવસે તે ગેાખમાં બેઠા હતા તેવામાં તેણે એક સાધુને જોયા. એટલે ગેાખમાંથી ઉતરી નીચે આવીને તેણે સાધુને પૂછ્યુ... કે— તમે આટલે બધા ક્લેશ શા માટે સહન કરી છે. ’? સાધુએ કહ્યું કે- ધનિમિત્ત. ' શિવકુમારે પૂછ્યું કે-‘ આ ધર્મ કયા પ્રકારના ? ' સાધુએ કહ્યું કે જો તમારે સાંભળવાની ઇચ્છા હાય તે અમારા ગુરુ પાસે આવેા. ' શિવકુમાર તેની સાથે ધર્માંધાષ આચાર્ય પાસે ગયા. ત્યાં ધર્મ સાંભળતાં તેને જાતિસ્મરણુ જ્ઞાન થયું. પછી તે ગુરુને નમીને ઘેર આવ્યેા. તેણે માતપિતા પાસે દીક્ષાની આજ્ઞા માગી. તેમણે દીક્ષાની આજ્ઞા આપી નહિ; તેથી તે ઘરમાં રહી નિરતર છઠ્ઠું તપ કરવા લાગ્યા. અને પારણે આંખિલ કરવા લાગ્યા. એ પ્રમાણે ખાર વર્ષ સુધી તપ કરીને પહેલા સ્વગમાં ચાર પત્યેાપમ આયુષ્યવાળા વિધમાલી નામે દેવ થયા.
"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org