________________
૧૦૮
ઉપદેશમાળા
શ્રી જંબૂસ્વામીનું દષ્ટાંત પ્રથમ તેમને પૂર્વભવનું સ્વરૂપ કહે છે –
એકદા રાજગૃહ નગરે શ્રી મહાવીર સ્વામી સમવસર્યા. શ્રેણિક રાજા વાંદવાને માટે આવ્યા. તે સમયે કેઈ દેવતાએ પ્રથમ દેવકથી આવી સૂર્યાભદેવની જેમ નાટક કરીને પિતાના આયુષ્યનું સ્વરૂપ પૂછયું. ભગવાને કહ્યું કે આજથી સાતમે દિવસે તું ચવીને મનુષ્યભવ પામીશ.” એ પ્રમાણે સાંભળીને તે દેવ પોતાને સ્થાનકે ગ. પછી શ્રેણિક રાજાએ પૂછયું કે-“હે સ્વામી! આ દેવ ક્યાં જન્મ લેશે!” વીર પ્રભુએ કહ્યું કે-“આ રાજગૃહ નગરમાં જ જબ નામે એ છેલ્લા કેવળી થશે.” શ્રેણિક રાજાએ કહ્યું કે-હે પ્રભુ! એના પૂર્વભવનું સ્વરૂપ મને કહે.” ભગવાને કહ્યું કે“જબૂદ્વીપના ભરતક્ષેત્રમાં સુગ્રીવ નામના ગામમાં રાવડ નામનો કેઈક રહેતું હતું. તેને રેવતી નામે સ્ત્રી હતી. તેનાથી ભવદેવ અને ભાગદેવ નામના બે પુત્ર થયા હતા
એકદા ભવદેવે દીક્ષા લીધી. વિહાર કરતાં તે એક દિવસ પિતાના ગામે આવ્યા. તે વખતે ભાવ દેવે પિતાની નવી પરણેલી નાગિલા નામની સ્ત્રીને તજી દઈને લજજાવડે પોતાના બંધુ ભવદેવ મુનિ સમીપે ચારિત્ર ગ્રહણ કર્યું. ભવદેવ મૃત્યુ પામીને સ્વર્ગે ગયા. ભાદેવ ભવદેવના મરણ પછી ચારિત્રથી ભ્રષ્ટ થયા. તે લજજા તજી દઈ નવી પરણેલી નાગિલાને સંભારતા ભોગની આશાથી ઘર તરફ ચાલ્યા. અનુક્રમે પોતાના ગામે આવી ગામની બહાર શ્રી ઋષભદેવ ભગવાનના મંદિરમાં રહ્યા. તે સમયે તપથી કુશ થયેલી નાગિલા પણ ત્યાં દર્શનાર્થે આવી. તેણે પિતાના પતિને ઓળખ્યા અને ઈગિતાકારથી તેને કામાતુર પણ જાણ્યા. નાગિલાએ પૂછ્યું કે “હે મુનિ ! આપ અહીં શા અર્થે પધાર્યા છે?” સાધુએ કહ્યું કે મારી નાગિલા નામની સ્ત્રીના ને હને લીધે હું આવ્યો છું. મેં લજજાને લીધે પૂર્વે સંયમ ગ્રહણ કર્યું હતું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org