SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ [૪૪] વસુદેવ-હિંડી ઃ : પ્રથમ ખંડ : અગડદર મુનિની આત્મકથા આનંદ પામેલા લોકે જ્યાં સર્વ પ્રકારનાં સારભૂત ધા પકવે છે તે તથા વિદ્યાવડે જેની વિજ્ઞાન-જ્ઞાનવિષયક બુદ્ધિ કેળવાયેલી છે એ અવન્તિ નામે જનપદ છે. ત્યાં અમરાવતીના જેવી લીલાયુક્ત ઉજયિની નામે નગરી છે. એ જનપદમાં પ્રજાના પાલનમાં સમર્થ, જેનો કોશ અને કોઠારનો વૈભવ સંપૂર્ણ છે એ, પુષ્કળ સેના અને વાહનવાળો તથા મંત્રીઓ અને સેવકવર્ગ જેમાં અનુરક્ત છે એવો જિતશત્રુ નામે રાજા છે. બાણ, અસ્ત્ર, શસ્ત્ર, રથયુદ્ધ અને કુસ્તીમાં તથા ઘેડાઓને કેળવવામાં કુશળ એ તેને અમોઘરથ નામે સારથિ હતો. અમેઘરથની કુલ અને રૂપમાં મેગ્ય એવી યશોમતી નામે પત્ની છે. તેમને પુત્ર હું અગડદત્ત નામે છું. મારા દેવગે અને દુઃખની ગુરુતાથી મારા પિતા હું બાળક હતો ત્યારે જ મરણ પામ્યા. પતિના મરણથી દુઃખ પામેલી અને શેક કરતી એવી મારી માતા શુષ્ક કોટરવાળું વૃક્ષ જેમ દાવાનળથી સળગે તેમ મનમાં જ દાઝવા માંડી. એને એ પ્રમાણે દુઃખી થતી, શરીરમાં સુકાતી તથા વારંવાર રોતી જોઈને હું પૂછવા લાગ્યું, “માતા ! તું કેમ રડે છે ?” પછી મેં ઘણે આગ્રહ કર્યો ત્યારે તેણે કહ્યું, “પેલે અમેઘપ્રહારી સારથિ છે. તારા પિતા મરણ પામ્યા એટલે તેમનું પદ અને વૈભવ એ અમેઘપ્રહારીને મળ્યાં. જે તારા પિતા આજે જીવતા હોત અથવા તું બાણ, અસ્ત્ર અને શસ્ત્રવિદ્યામાં કુશળ હેત તો આ વૈભવ તેને મળત નહીં, અથવા શુંગાટક (ત્રિકોણ માર્ગ), ત્રિક (જ્યાં ત્રણ રરતા ભેગા થતા હોય એવી જગા), ચેક, ચાચર અને શેરીઓમાં આવી રીતે ગેલ કરતે તે ફરતે નહાત. આ પ્રત્યક્ષ દુઃખ જોઈને તારા પિતાનું મૃત્યુ યાદ કરતી એવી હું મનમાં ને મનમાં બન્યા કરૂં છું.” મેં માતાને પૂછયું, “માતા ! બાણ, અસ્ત્ર અને શસ્ત્રવિદ્યામાં કુશળ એવો આપણે કોઈ મિત્ર છે?” એટલે તેણે જવાબ આપે, “કૌશાંબીમાં તારા પિતાનો પરમ મિત્ર અને સહાધ્યાયી દઢપ્રહારી નામે છે. તેને એકને જ હું તે જાણું છું.” મેં કહ્યું, “માતા ! હું દઢપ્રહારી રથિક પાસે કૌશાંબી જાઉં છું; બાણ, અસ્ત્ર અને શસ્ત્રવિદ્યાનો અભ્યાસ કરીને ત્યાંથી આવીશ.” પછી માતાએ ઘણું ઉમંગથી મને જવાની રજા આપી. પછી હું ત્યાંથી નીકળે અને કૌશાંબી ગયે. ત્યાં બાણ, અસ્ત્ર, શસ્ત્ર તથા રથચર્યાની શિક્ષણમાં કુશળ એવા આચાર્ય તરીકે દઢપ્રહારી પાસે જઈને વિનયપૂર્વક તેને પ્રણામ કર્યા. તેણે મને પૂછ્યું, “પુત્ર ! ક્યાંથી આવ્યા છે?” એટલે મેં મારા પિતાના ઘરની સર્વ હકીકત, પિતાનું નામ અને પિતાનું આગમન એ બધું કહ્યું. પછી તેણે પિતા જેમ પુત્રને આશ્વાસન આપે તેમ મને આશ્વાસન આપ્યું, અને કહ્યું, “વત્સ ! હું મારી બધી વિદ્યા તને બરાબર શિખવીશ.” મેં પણ કહ્યું, “હું ધન્ય છું, કે આપે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy