________________
પસ્મિલ્લ-હિંડી
[ ૪૧ ]
પૂછયું, “શાથી જાઓ છો ?” ત્યારે કાગડાઓએ જવાબ આપે, “દરરોજ સૂર્ય ઊગતાં પહેલાં જ તમારો અભાગ જે પડે એ સ્થિતિ અમે સહન કરી શકતા નથી. ” આમ કહીને તે કાગડાએ ચાલ્યા ગયા.
એ પ્રમાણે હે માતા ! તું પણ આ કાગડાઓના જેવી છે. મને લાગે છે કે પસ્મિલના ધનથી ઉદ્ધત થયેલી તું હવે “ધમ્મિલનો ત્યાગ કર” એમ મને કહે છે.” આ પ્રમાણે વસન્તતિલકાએ કહેતાં વસન્તસેના શરમાઈને ચૂપ થઈ ગઈ.
પછી તે ધૂર્ત વસન્તસેનાએ વસન્તતિલકાને અત્યંત રાગાસક્ત જાણીને તથા ધમિલને એ છેડી શકવાની નથી ” એમ સમજીને કબૂટ-દેવતા (એક પ્રકારની ગ્રામદેવતા)ના નિમિત્તે ઘરમાં ઉત્સવ કર્યો. વસન્તતિલકાની સર્વે સખીઓ તથા ગણિકાપુત્રીઓને નિમંત્રણ આપવામાં આવ્યું. ગણિકાઓને પણ આમંત્રવામાં આવી. પછી ગંધ, ધૂપ અને નૈવેધથી ગૃહદેવતાઓની પૂજા કરવામાં આવ્યા બાદ ધમિકલ જતનથી નાહ્યો, સ્વચ્છ થયો તથા સર્વે અલંકારે પહેરીને જેમાં સર્વ પ્રકારનાં ખાદ્ય, પય અને ભેજન સજજ કરવામાં આવ્યાં હતાં એવા સુન્દર ભેજનમંડપમાં વસતતિલકાની સાથે પાનવિલાસ અનુભવવા લાગે. ધસ્મિલ્લને ગણિકામાતાએ હાંકી કાઢયે
આ પ્રમાણે વધારે પ્રમાણમાં પીવાથી તે ધમિહલ અચેતન થઈ ગયા. એટલે તેના શરીર ઉપર એક જ જીર્ણ વસ્ત્ર રાખીને (વસન્તસેનાની સૂચનાથી ) નગરની બહાર બહુ દૂર નહીં અને નજીક નહીં એવા પ્રદેશમાં તેને ફેંકી દેવામાં આવ્યું. પ્રભાતના શીતળ પવનથી સ્વસ્થ થતાં તે જાગ્યો તો પોતાની જાતને જમીન ઉપર પડેલી જોઈ. ત્યાંથી ઊઠીને તે વિચાર કરવા લાગ્યા, “અહો ! ગણિકાનું હદય ક્ષણ માત્ર માટે જ રમણીય હેઈ છેવટે તે વિષના જેવું પરિણામ આપનારું છે. એ પ્રીતિ, એ મધુરતા, એ તત્પરતા, એ પ્રણયસેવા–બધું જ માત્ર કપટ હતું. ખરેખર વેશ્યા સ્ત્રીઓનો કુલક્રમાગત ધર્મ છે કે ઘડીકમાં પુરુષને ઊજળો બનાવીને બીજી ઘડીએ જ તેના ઉપર મેશને કૂચડે તેઓ ફેરવે છે. ઝેરી સાપ, જંગલી વાઘ, મૃત્યુ, અગ્નિ અને વેશ્યા એટલાંઓને કેઈપણ શું પ્રિય હોઈ શકે ખરું? અર્થ લુબ્ધ આ વેશ્યાઓ મેશના લેપવાળા ચીકણા ઘડાની સાથે પણ રમણ કરે છે, પરંતુ શ્રીવત્સના લાંછનથી અંકિત એવા વિષ્ણુને પણ મફત ઈચ્છતી નથી. પૈસાને માટે જેઓ શત્રુઓને પણ પિતાનું મુખ ચુંબન માટે સમર્પે છે અને આ રીતે જેમને પોતાને આત્મા જ શ્રેષ્ઠ છે એવી વેશ્યાઓને બીજે કેણ વહાલો હોય?”
૧. પર્વતથી વીંટળાયેલા ગામને “કર્બટ” કહેવામાં આવે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org