________________
[ ૬ ]
વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ :
વિશેષ પરિજ્ઞાના વિષયમાં ઈલ્યપુત્રનું કથાનક
આ
એક નગરમાં રૂપવતી અને ગુણવતી એવી કાર્ય ગણિકા રહેતી હતી. તેની પાસે કેટલાયે ધનાઢ્ય રાજપુત્રા, અમાત્યપુત્રા અને ઇલ્ય( શાહૂકાર )પુત્રા આવતા હતા, અને વભવ ક્ષીણ થતાં પાછા જતા હતા. તેમના ગમનકાળે એ ગણિકા કહેતી “ આપે મારા ત્યાગ કર્યાં, પણ નિર્ગુણુ એવી મારી પાસેથી કંઇક સ્મરણચિહ્ન લેતા જાઓ. ” પ્રમાણે કહેવામાં આવતાં તે લેાકેા તે ગણિકાએ ભાગવેલા હાર, અહાર, કડાં, બાજુબંધ વગેરે લઈને ત્યાંથી જતા. એક વાર એક ઇશ્યપુત્રને જવાના વખતે ગણિકાએ તે જ પ્રમાણે કહ્યું. તે રત્નપરીક્ષામાં કુશળ હતા. તેણે ગણિકાનું પચરત્ન વડે અલંકૃત અમૂલ્ય કનકમય પાદપીઠ ( બાજઠ ) જોયું અને કહ્યું “ સુન્દર! જો મારે અવશ્ય લેવાનુ જ હાય તા તારા પગના સ ંસર્ગથી સુભગ એવુ આ પાદપીઠ મને આપીને મારા ઉપર કૃપા કર ગણિકાએ કહ્યું, “ આવી અલ્પ મૂલ્યવાળી વસ્તુથી શું ? બીજું કંઇક માગેા. ” પરન્તુ પેલાને તેા સાર વસ્તુની ખબર હતી. આખરે ગણિકાએ તે પાદ્યપીઠ આપ્યું. તે લઈને પેાતાના વતનમાં આવી રત્નાના વેપાર કરતા તે લાંબાકાળ સુધી સુખભાગી થયા. આ ષ્ટાન્ત છે.
..
તેના ઉપસંહાર આ પ્રમાણે છે—ગણિકા તે ધર્મ શ્રવણુ, રાજપુત્રાદિ તે દેવ-મનુષ્ય આદિ સુખભાગી પ્રાણીએ, જે આભરણેા તે દેશ-વિરતિ આદિ તપ અને ઉપધાના, ઇલ્મ્સપુત્ર તે મેાક્ષની આકાંક્ષાવાળા પુરુષઆત્મા, રત્નપરીક્ષાની કુશળતા તે સમ્યક્ જ્ઞાન, રત્નનું પાદપીઠ તે સમ્યગ્ દર્શન, રત્ના તે મહાવ્રતા અને રત્નાના વિનિયોગ તે નિર્વાણુસુખના લાભ. આ વસ્તુ વિચારીને મને રજા આપે. ”
તેઓ કહેવા લાગ્યાં—“ હે વત્સ ! જ્યારે સુધર્માસ્વામી વિહાર કરતા પાછા અહીં આવે ત્યારે પ્રત્રજ્યા લેજે. ” ત્યારે જ મુકુમાર કહેવા લાગ્યા દુર્લભ ધ પ્રાપ્તિના વિષયમાં મિત્રાની કથા
“ પૂર્વકાળમાં કેટલાક મિત્રા ઉદ્યાનમાં ગયા. ત્યાંથી થાક દૂર તીથંકર સમાસર્યો છે એવુ' તેમણે સાંભળ્યું. તેઓ કુતૂહલથી એ તરફ ગયા. વિસ્મિત મનવાળા તેમણે ગગનતલને સ્પર્શી કરતા સિંહુચક્ર ધ્વજ, બાલસૂર્યના જેવુ ધર્મચક્ર, છત્રાતિછત્ર વડે શાલતુ આકાશ, હુંસ જેવા ધવલ તથા આકાશસંચારી એવા ચામર અને કલ્પવૃક્ષ જેવું નયનમનેાહર ચૈત્યપાદપ જોયુ. દેવ, અસુર અને મનુષ્યા વડે શાલતા સમેસરણમાં તેએ ગયા, અને દેવનિર્મિત સિંહાસન ઉપર સુખપૂર્વક બેઠેલા ભગવાનને તેમણે જોયા. તેમને વંદન કરીને, અત્યંત વિસ્મિત થયેલા તેઓ પદામાં બેઠા. હૃદય અને કાનને મનેાહર એવુ લગવાનનું ધર્મ કથાવિષયક વચન તેમણે સાંભળ્યું. તે સાંભળીને સ ંતાષથી વિકસિત થયેલા મુખવાળા તે ઘેર ગયા. પછી તેમને અંદરઅંદર વાતચીત થઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org