________________
[ ૪૮ ]
વસુદેવ—હિ ડી : : પ્રથમ ખંડ :
પાણિગ્રહણુ થયુ. પરિતાષથી પ્રફુલ્લિત થયેલ હૃદયવાળા શ્વસુર જેના પાિગ-સુખસગવડ સબંધી ચિન્તા કરતા હતા એવા તથા મનને અનુકૂળ ભાષણ કરનાર પિરજન વડે સેવાતા એવા હુ, સહસ્રનયન ઇન્દ્ર જેમ શચીની સાથે રમણ કરે તેમ, તે પદ્માવતીની સાથે પ્રસન્ન થઈને રમણ કરતા હતા. એક વાર મે' દેવી પદ્માવતીને પૂછ્યું, “ દેવિ ! જેનુ કુલ અને શીલ જાણવામાં આવ્યું નથી એવા મને રાજાએ તારું કન્યાદાન શી રીતે કર્યું? એટલે હસીને તે કહેવા લાગી—
66
**
આ પુત્ર! મના ગંધરિદ્ધિથી સમૃદ્ધ અને વનના એકાન્ત પ્રદેશમાં રહેલ કુસુમિત ચન્દનવૃક્ષ વિષે ભ્રમરાને શું કહેવું પડે છે ? કારણે સાંભળેા–વિશ્વાસપાત્ર જ્ઞાનવાળા, તથા જેના આદેશ સિદ્ધ થાય છે એવા નૈમિત્તિકને રાજાએ એક વાર સત્કાર કરીને પૂછ્યું હતું કે, “ ભગવત ! પદ્માવતી કન્યાને ચેાગ્ય વર મળશે? આ સંબંધમાં જે વસ્તુ હાય તે મને યથાવત્ કહેા. ” જેણે નિમિત્ત જાણ્યું છે એવા તે કહેવા લાગ્યા, “ રાજા ! આ સંબંધમાં નિશ્ચિન્ત થા; પ્રણામ કરતા હજારા રાજાએ વડે જેનાં ચરણકમળ પૂજાયેલાં છે એવા પૃથ્વીપતિને તારી પુત્રી પદ્માવતી પતિ તરીકે મેળવશે. ” પિતાએ તેને પૂછ્યું, “ તે કયાં છે ? અને તેને કેવી રીતે જાણવા ? ” એટલે નૈમિત્તિક ખેલ્યા, “ તે ઘેાડા સમયમાં જ અહીં આવશે, પદ્માવતીને માટે શ્રીદામ મેાકલશે, અને રિવંશની યથાર્થ ઉત્પત્તિ કહેશે. ” આમ કહીને તે ગયા. પછી તે આદેશ પ્રમાણુ કરીને પિતાએ મને કહ્યું, “ બેટા ! જે પુરુષ તારે માટે શ્રીદામ મેાકલે તેના વિષે અમાત્યને સૂચના કરજે. આ રીતે અમે તમને જાણ્યા હતા.
""
..
આ પ્રમાણે તે પ્રિયવાદિની પદ્માવતીનાં હાસ્ય, વચન, ગીત, ગતિ, સ્થિત ( ઊભાં રહેવુ તે ) અને નયનકટાક્ષમાં રાચતા એવા હું એક વાર સ્નાન કરવાને માટે તેની સાથે બહેાળા પાણીવાળા સરેાવરમાં ઊતર્યાં. તેમાં જળચર પક્ષીઓની આકૃતિવાળાં, ઉપરથી કૂદકા મારવાનાં સ્થાનેા બનાવેલાં હતાં. પછી હુ ક્રીડા કરતા લાકડાના એક કલહુંસ ઉપર બેઠા, એટલે તે હહંસ દૂર ઊડ્યો. મેં વિચાર્યું, “ આ રૂપ ધારણ કરીને કાઇ મારું હરણ કરી જાય છે. ” ક્રોધ પામીને હુંસ ઉપર મેં ઘા કર્યા; એટલે તે હેગ થઇ ગયા. હું પણું તે સરાવરના જળમાં પડ્યો. આ પછી ત્યાં વિષયસુખના સાગરમાં રહેલા અને પદ્માવતીની સાથે રમણ કરતા એવા મારા સમય સુખપૂર્વક વીતવા લાગ્યું.
(૨૫)
પદ્મશ્રી લલક
મદનથી માહિત થયેલા મનવાળા અને પ્રમદવનના મધ્યમાં રહેલા હું પુષ્કરણીની પાસે કદલીલતાઓનાં બનેલાં મેાહનગૃહામાં ક્રીડાપૂર્વક નિરીક્ષણ કરતી દેવી પદ્માવતીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org