SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Page Text
________________ પદ્માવતી સંભક [ ૪૬૫ ] પંક્તિ વડે સંકીર્ણ તથા રજતગિરિ-વૈતાઢ્ય જેવા કિલ્લા વડે રક્ષાયેલા કોલ્લયરનગરમાં પહોંચે. વિશ્રામ લેવાની ઈચ્છાવાળા મેં એક અશોકવનમાં પ્રવેશ કર્યો, ત્યાં પુષ્પયુક્ત કુમ, ગુલમ અને અનેક લતાઓનાં ફૂલ ચૂંટવામાં રોકાયેલા માળીઓએ મને જે. શંકા પામીને એકબીજાને મને બતાવતા તેઓ મારી પાસે આવીને વીનવવા લાગ્યા, “આજ્ઞા કરે; દેવ! શું કાર્ય કરીએ?” મેં કહ્યું, “અમે અહીં વિસામો લઈશું; અમે પરદેશથી આવેલા છીએ.” પછી રાજી થયેલા તેઓ મને પોતાના ઘરમાં લઈ ગયા. ત્યાં મધ્યભાગમાં મને આસન આપ્યું અને નિરાંતે હું બેઠો, એટલે મને આદરપૂર્વક સ્નાન કરાવ્યું. તેઓએ સંપૂર્ણ ભેજન પણ આપ્યું. ભેજન કરીને હું બેઠો. યૌવનમાં નહીં આવેલી એક કુમારિકા ત્યાં કુસુમ અને ગંધના કાર્યમાં રોકાયેલા માણસને પ્રેરતી હતી કે, “હું કુમારી પાસે જાઉં ત્યાં સુધીમાં પુષ્પો જલદી તૈયાર કરો.” મેં તે કન્યાને પૂછયું, “કેણ કુમારી? કેવી છે? અને કોની છે?” તે બોલી, “દેવ! રાજા પદ્યરથની અગ્રમહિષીની એ પુત્રી છે. ચતુર ચિત્રકારોએ ચીતરેલી ભગવતી લક્ષમીની જેમ લોકોનાં નયનને મનોહર લાગતી તે કન્યાનું યુવતીની કલાઓના વિષયમાં કૌશલ્યને આ પ્રમાણે વર્ણવતા આચાર્યોને મેં સાંભળ્યા છે કે-રાજકન્યા પદ્માવતી નિઃસંશય મૂર્તિમતી સરસ્વતી અથવા મેધા હશે.” પછી મેં તે કન્યાને સૂચના કરી, “વિવિધ વર્ણ અને ગંધવાળાં પુ લાવ, એટલે તારે માટે (રાજકન્યાને આપવાની) ભેટ તૈયાર કરું.” હર્ષ પામેલી એવી તે પુ લાવી. તે પુ વડે મેં શ્રી-લક્ષમીને ગ્ય હેય એવી શ્રીદામ-પુષ્પમાળા તૈયાર કરી. તે લઈને તે કન્યા ગઈ, અને પછી આવીને મને પગે પડીને કહેવા લાગી, “દેવ! તમારી કૃપાથી મેં રાજકુમારીને સત્કાર કર્યો. ” મેં કહ્યું, “કેવી રીતે ?” એટલે તે બોલી, “સાંભળે મને પ્રવેશ આપવામાં આવ્યું, એટલે હું પોતે રાજભવનમાં ગઈ. રાજકુમારીને મેં માળાની ભેટ ધરી. માળા ઊંચી કરીને જેતી, અને પરિતોષથી વિકાસ પામતાં નયનયુગલવાળી તે કંઈક વિચારીને મને પૂછવા લાગી, “બાલિકે ! આ નિપુણતા તને કેણે શીખવી?” મેં તેને વિનંતી કરી, “ સ્વામિનિ ! અમારે ઘેર આજે ક્યાંકથી એક અતિથિ આવ્યા છે, તેમણે આદરપૂર્વક આ માળા બનાવી છે. ” એટલે તે ફરીવાર અખ્ખલિત અક્ષરે બોલી, “તમારા એ અતિથિ કેવા છે? અને કયી વયમાં રહેલા છે?” મેં કહ્યું, “અહીં નગરમાં અથવા રાજાની સભામાં એવા પુરુષને મેં પૂર્વે કદિ જે નથી. હું તર્ક કરું છું કે તે દેવ અથવા વિદ્યાધર હશે. તેઓ નવયૌવનમાં રહેલા છે.” પ્રીતિ વડે રોમાંચિત થયેલા શરીરવાળી તેણે મને બે વસ્ત્રો અને બે કડાં આપીને વિદાય આપી અને કહ્યું કે, “બાલિકે! તમારા અતિથિ અહીં સ્થિરતા કરે-વિશેષ વસવાટ કરે તેમ હું કરીશ.” પછી હું અહીં આવી. ૫૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy