SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૫૬ ] સહેાદરા મ્હેન કેતુમતી નામે છે. તાજા કમળ જેવા કામલ ચરણુયુગલવાળો, ( સ્નાયુએમાં ) ગૂઢ રહેલ શિરાઓ અને રામકૃષવાળી, કુરુવિન્દાવત જેવી ગાળાકાર જ ધાવાળી, કદલીસ્તંભ જેવા ઉરુવાળી, કટિમેખલાયુક્ત સુવિશાલ જઘનવાળી, મોટા ધરાના આવત જેવી ઊંડી નાભિવાળી, ત્રિવલીયુક્ત તથા હાથમાં સહેલાઇથી પકડી શકાય એવા મધ્યભાગવાળી, પુષ્ટ, ઉન્નત, સરખા અને હારવડે શેાભાયમાન સ્તનેાવાળી, કિસલયેાની સુન્દરતાનું હરણ કરનાર ઘાટીલી હશૈલીયુક્ત મૃદુ ખાહુલતાવાળી, આભૂષણૢા વડે શે ભાયમાન કખુકડવાળી, પ્રવાલદલ જેવા અધરાવાળી, યુક્ત, ઉન્નત અને ઘાટીલી નાસિકાવાળી, નીલકમળનાં પત્ર જેવાં વિશાળ નયનવાળી, વૃદ્ધિ પામેલા, સૂક્ષ્મ, શ્યામ અને સ્નિગ્ધ કેશવાળી, સુન્દર કાનવાળી, ( કુંડલાના ) ચલનદ્વારા થતા ઘણુથી સુંવાળા થયેલા હાય તેવા સુન્દર ગાલવાળી, પ્રસન્ન કલહંસ જેવી ગતિવાળી, શુચિ પ્રભાવડે સુભગ એવી દાંતની કાન્તિવાળી તથા સ્વાભાવિક રીતે જ મધુર વાણીવાળી છે. વધારે શું કહેવું ? તે કન્યા જાણે કે કમલવનથી રહિત એવી સાક્ષાત્ લક્ષ્મી જેવી છે. રાજા તે કન્યા તમને આપવાની ઇચ્છા રાખે છે, આથી તે તમારા ગુણામાં રમે છે-ગુણ્ણાનુ ચિન્તન કરે છે. ” આમ કહીને પ્રતિહારી ગઈ. વસુદેવ હિંડી : : પ્રથમ ખંડ : : પછી પરિતાષથી પ્રસન્ન મુખચંદ્રવાળા રાજાએ ઉત્તમ તિથિએ વિધિપૂર્વક મને કેતુમતીનું પાણિગ્રહણ કરાવ્યું. ‘હું આપના આજ્ઞાકારી છું' એમ ખેલતા તેણે મને ઘણેા પ્રદેશ આપ્યા. ઇચ્છિત લેાજન, વસ્ત્ર, ગંધ અને માલ્ટવર્ડ તે મારી સેવા કરવા લાગ્યું. ઉપચારપૂર્વકની સેવાએ વડે મને પણ કેતુમતીએ વશ કર્યાં. હૃઢ થયેલા પ્રણયવાળી તેણે સુખમાં રહેલા મને પૂછ્યું, “ આ પુત્ર! આપણા વડીલેા કયાં છે ?” મે મારી ઉત્પત્તિ અને શારિપુરમાંથી કારણસર થયેલું મારું' નિર્ગમન કહ્યાં. તે સાંભળીને દિવાકર સૂર્ય વડે વિકાસ પામેલા શતપત્ર કમળની જેમ તેનું વદન-શતપત્ર અધિક શાલી ઊડ્યુ. આ પ્રમાણે વસતપુરમાં વસતાં મારા સમય સુખપૂર્વક જતા હતા. "L Jain Education International એક વાર જિતશત્રુ રાજા આવીને મને વિનંતી કરવા લાગ્યા, “સ્વામી ! સાંભળેા– જરાસંધ રાજા ફરી ફરી કહેવરાવે છે કે, ‘ જેણે મારી ઇન્દ્રસેના પુત્રીને જીવિતદાન આપ્યુ છે તેનુ' દન કરવા ઇચ્છુ છું, માટે તેને મેકલે. ’ પણ તમારું અહીંથી ગમન થાય એ વસ્તુને ટાળવા માટે મેં તમને એ કહ્યુ નહાતુ, પણ અત્યારે જરાસંધના ભિકશાં દૂત આવીને કહે છે કે, ‘ તમારા અનેવી પાતાના પ્રિયકર હાવાથી તેમનુ દČન કરવાની રાજા જરાસંધની ઈચ્છા છે, માટે વિલંબ કર્યા સિવાય તેમને મારી સાથે મેાકલા. એમ કરવાથી સારું થશે. ' તા હવે તમારી શી ઇચ્છા છે તે જણાવેા. ’” મે કહ્યું, “ તમે આકુળ ન થશેા; જો તે રાજાના આગ્રહ છે, તે હું જઇશ,” પછી જિતશત્રુ ‘ભલે’ એમ કહીને ગયા. આ વાત સાંભળીને કેતુમતી મને કહેવા લાગી, “ આ પુત્ર ! તમે રાજગૃહ જા છે, પણ તમારા વડે ત્યાગ કરાયેલી એવી મારે કેવી રીતે પ્રાણુ ધારણ કરવા ? ” મેં કહ્યું, ' For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy