SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ કેતુમતી સંભક [૪૫૩] નાભિકેશવાળા, સરખાં પાસાંયુક્ત ઉદરવાળા, સારા બાંધાવાળા, ઉત્તમ અશ્વ જેવા કટિપ્રદેશવાળા, હાથીનાં બચ્ચાંની સૂંઢ જેવી આકૃતિયુક્ત ઉરુવાળા, (માંસપેશીઓ વડે) ઢંકાયેલા તથા દઢ એવા ઢીંચણ અને સાંધાવાળા, કુરુવિન્દાવર્ત નાભિવાળા, સેનાના કાચબા જેવી સુન્દર આકૃતિયુક્ત અને નખરૂપી મણિનાં કિરણે વડે પ્રકાશિત ચરણારવિન્દવાળા, જલભર્યા મેઘની ઘેાષણુ જેવા અવાજવાળા તથા બાલચન્દ્ર જેવા પ્રિયદર્શન એવા ભગવાને - કુમારકાળમાં એકવીસ હજાર વર્ષ વીતાવ્યા. પછી પિતાએ રાજ્યધુરાના કાર્યમાં તેમને નિયુક્ત કર્યા. માંડલિકની રાજ્યલમીનું નિરુપદ્રવપણે પાલન કરતા તથા વાદળાંમાંથી મુક્ત થયેલા ચન્દ્રના કિરણ જેવા ધવલ યશ વડે સકલ જીવલેકને વ્યાસ કરતા એવા તેમનાં એકવીસ હજાર વર્ષ વીતી ગયાં. પૂર્વનાં સુતા વડે ઉપાર્જિત કરેલું તથા હજાર દે વડે પરિવરાયેલું ચક્રરત્ન તેમને ઉપસ્થિત થયું. તે ચક્રના માર્ગે અનુગમન કરતા તેમણે ચાર હજાર વર્ષમાં સકલ ભારતવર્ષ ઉપર વિજય કર્યો. ભરતની જેમ દેવ અને રાજાઓ વડે પૂજાયેલા તેમણે એકવીસ હજાર વર્ષ સુધી ચક્રવતીના ભેગે ભેગવતાં વિહાર કર્યો. વિનયથી જેમણે અંગ અને મસ્તક નમાવ્યાં છે એવા કાતિક દેએ જેમને બંધ કર્યો છે અને જેમને મત્સર નાશ પામે છે એવા તથા જેમને માટે મંગલકમ કરવામાં આવ્યાં છે એવા ભગવાન, કુબેરને પણ વિરમય પમાડનારી બુદ્ધિ વડે, એક વર્ષ સુધી મણિ અને કનકની વૃષ્ટિ કરીને-કાંચનમય વિચિત્ર અને ઉત્તમ સુભાવાળી, કલ્પવૃક્ષનાં કુસુમમાં લુબ્ધ ભમરાઓવડે શબ્દાયમાન, વિદ્વમ, ચન્દ્ર, કાન, પવ, અરવિન્દ, નીલ અને સ્ફટિક મણિઓ વડે અંકિત સ્કૂપિકાઓ જેમાં છે એવી, મરક્ત, વેડૂર્ય અને પુલકમણિ વડે વિચિત્રિત વેદિકાવાળી, કાળા અગરના ધૂપવડે વાસિત ગશીર્ષ ચંદનના સમૂહ વડે દિશાઓને સુરભિયુક્ત કરતી, પતાકાઓના સમૂહ વડે ઉજવેલ, ઘણા કાળે વર્ણન કરી શકાય એવી તથા દેવે અને મનુષ્ય વડે વહન કરાતી વૈજયંતી શિબિકામાં બેસીને નગરમાંથી બહાર નીકળ્યા. ચંદ્ર જ્યારે રેવતી નક્ષત્રના દેશમાં આવ્યું ત્યારે તેમણે સહસામ્રવનમાં એક હજાર ક્ષત્રિની સાથે દીક્ષા લીધી. મતિ, કૃત, અવધિ અને મન:પર્યવ એ પ્રમાણે ચાર જ્ઞાનવાળા તેઓ સોળ માસ સુધી વિહાર કરીને, તે જ સહસામ્રવનમાં આવીને તે સમયને કુસુમોના સમૂહ વડે સુશોભિત, કેફિલના મધુર ટહુકાર વડે શબ્દાયમાન અને ભમરાઓના સમૂહને લીધે અંદરના ભાગમાં શ્યામ એવા આમ્રવૃક્ષની નીચે બેઠા. પ્રશસ્ત ધ્યાનમાં રહેલા અને જેમનાં મેહનીય, જ્ઞાનાવરણય-દર્શનાવરણીય અને અંતરાય કર્મોને ક્ષય થયે છે એવા તેમને કેવલજ્ઞાન અને કેવલદર્શન ઉત્પન્ન થયું. પછી જેમણે હાથ જોડેલા છે એવા દેવ અને દાનવોએ વાદળાંની મલિનતામાંથી મુક્ત થયેલા ચંદ્રની જેમ અધિકતર સૌમ્ય દર્શનવાળા ભગવાનનો મહિમા કર્યો. જન સુધી પહોંચતા સ્વર વડે ભગવાને ધર્મ કહ્યો-“જન્મ, મરણ, વધ, બંધન અને વેદનાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy