SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ કેતુમતી સંભક [ ૪૩૧ ] માં વૈતાઢ્ય પર્વતની ઉત્તર શ્રેણિમાં ગગનવલ્લભ નગરમાં મેઘવાહન રાજા હતા, તેની ભાર્યા મેઘમાલિની હતી, તેમને પુત્ર મેઘનાદ નામે થયો. અનુક્રમે મેટ થયેલે તે એકસો દશ નગરનાં રાજ્ય ઉપર પુત્રોને સ્થાપીને વિદ્યાધર અને ચક્રવતીના ભેગો ભેગવવા લાગ્યા. કોઈ એક વાર મેરુપર્વત ઉપર ગયેલા તેણે નંદનવનમાં સિદ્ધાયતનમાં પ્રજ્ઞપ્તિની ભાવથી પૂજા કરી. તે સમયે દેવ ઊતરી આવ્યા ત્યાં અચુતેન્દ્રવડે બોધ પમાડાયેલા મેઘનાદે, રાજ્યધુરા પુત્રને સંપીને, અમૃતગુરુ સાધુની પાસે દીક્ષા લીધી. એક વાર ગિરિનંદન પર્વત ઉપર ચઢીને તે એકરાત્રિકી પ્રતિમામાં રહેલા હતા. તે સમયે અશ્વગ્રીવના પુત્રે તેમને ઉપસર્ગો કર્યા. તે ઉપસર્ગો સમ્યફ પ્રકારે સહન કરીને, પ્રતિમા પારીને, ઘણા કાળ સુધી સંયમ અને તપમાં રત રહેવાપૂર્વક વિહારીને દેહ છૂટી જતાં તે અશ્રુત ક૯૫માં (ઈન્દ્રના) સામાનિક દેવ થયા. શ્રી શાન્તિનાથની પૂર્વભવકથામાં વાયુધને ભવ જેની ઉપમા ન આપી શકાય એવું દિવ્ય સુખ ત્યાં અનુભવીને ચુત થયેલે અપરાજિત દેવ–આજ જંબુદ્વીપમાં, પૂર્વ વિદેહમાં, સીતા મહાનદીના દક્ષિણ કિનારે, મંગલાવતી વિજયમાં, રત્નસંચય નગરીમાં ક્ષેમંકર નામે રાજા હતો, તેની રત્નમાલા નામે ભાર્યા હતી, તેમને વાયુધ નામે કુમાર થયે. અનુક્રમે તે યુવાવસ્થામાં આવ્યો. તેની ભાર્યા લહમીમતી હતી. દેવ-આયુષ્યને ક્ષય થતાં મેઘનાથ દેવ સહસ્ત્રાયુધ નામે તેમને પુત્ર થયો તે પણ અનુક્રમે મોટો છે. તેની ભાર્યા કનકશ્રી હતી અને તેને પુત્ર શતબલી હતી. હવે એક વાર ક્ષેમકર રાજા મણિ અને રત્ન વડે મંડિત દિવ્ય સભામાં, પુત્ર, દૌહિત્ર અને પૌત્રે વડે પરિવરાયેલે બેઠો હતે. ઈશાન ક૯૫ને વાસી ચિત્રચૂડ નામે નાતિકવાદી ત્યાં વાદ કરવાને માટે આવ્યા. જિનવચનમાં વિશારદ એવા વાયુધે વાદમાં તેને પરાજ્ય કર્યો. મિથ્યાત્વનું વમન કરીને ચિત્રચૂડે સમ્યકત્વને સ્વીકાર કર્યો. પરમ સંતુષ્ટ થયેલા ઈશાનેન્દ્ર વાયુધનું અભિનંદન કર્યું અને તેને સત્કાર કર્યો, તથા જિનભક્તિના રાગથી “એ તીર્થકર થશે.” એમ કહ્યું. જેણે વસંતકાળનાં રૂપોનો કરંડિયે પિતાના હાથમાં રાખે છે એવી સુદર્શના નામે ગણિકા એક વાર વાયુધની પાસે આવી, અને તે પુપે બતાવીને તેણે વજાયુધને વિનંતી કરી, “દેવ ! લક્ષમીમતી દેવી વિનવે છે કે– સ્વામી ! સુરનિપાત ઉદ્યાનમાં વસંતની શોભા અનુભવવાને આપણે જઈશું. ” પછી કુમાર સાતસો રાણીઓની સાથે ૧, અહીં સન્દર્ભ બરાબર બેસતા નથી. સિદ્ધાયતનમાં પ્રજ્ઞપ્તિ વિદ્યાની પૂજા કરવાનો આશય શો? પ્રજ્ઞપ્તિની પૂજા હોય અને દે આવે, એ પણ બેસતું નથી. પ્રજ્ઞપ્તિ પૂજા હોય તે સમયે દે અનાયાસે આવ્યા હોય ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy