SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ કેતુમતી લંભક [ ૪૨૯ ] કાઇ એક વાર શ્રદ્ધા, સ ંવેગ, વિનય અને ભક્તિથી જિનપૂજા કર્યાં પછી, પારણાની વેળાએ સાધુનું આગમન જોઇને તે ઊઠી અને તેણે સાધુને વહેારાખ્યું. ત્યાં વસુધારાનુ પડવું આદિ પાંચ દિવ્યે ઉત્પન્ન થયાં. સતુષ્ટ થયેલા ખલદેવ અને વાસુદેવે ‘ આ કન્યા કાને આપવી ?' એમ વિચાર કરી, ઇહાનદ મંત્રી સાથે મંત્રણા કરીને સ્વયંવર સ્થાપિત કર્યા. સેા સ્ત ંભ વડે યુકત એવા સ્વયંવરના મંડપ કરવામાં આવ્યો. જ્યારે બધી વસ્તુ તૈયાર થઇ ત્યારે ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલા અને મુકુટધારી એવા સેાળ હજાર રાજાએ તથા સર્વ વિદ્યાધરાને પરિવાર સહિત આમત્રણ આપવામાં આવ્યું. ‘ સુમતિ કન્યાને સ્વયંવર છે ’ એ જાણીને તે સર્વે બહુમાનપૂર્વક સુભગા નગરીમાં આવ્યા. તે એ સ્વયંવરમ ડપમાં પ્રવેશ્યા અને અગાઉથી સજ્જ કરવામાં આવેલાં સિ'હાસના ઉપર ક્રમ અનુસાર બેઠા. પછી સ્નાન કરીને જેણે લિકમ કર્યું છે એવી, અત્યંત આદરપૂર્વક અલંકૃત કરાયેલી તથા જેના ઉપર સફેદ છત્ર ધરવામાં આવ્યું છે એવી સુમતિ કન્યા, લક્ષ્મી જેમ પદ્મસરમાં પ્રવેશે તેમ, એ સ્વયંવરમાં પ્રવેશી. તે દેશકાળમાં, પ્રશસ્ત વેડૂય મણિના નિર્મળ સ્તંભવાળા, પવનના ખળ વડે પ્રેરા ચેલી અને નાચતી એવી ધવલ ધ્વજપતાકાવાળા તથા આકાશતલના તિલક સમાન દિવ્ય વિમાનમાં એસીને ( એક દેવી આવી ). તેજખળ વડે સમન્વિત એવી તે દેવીને-કનક. શ્રીને લેાકાએ અને રાજાઓએ આવતી જોઇ, તે સ્વયંવરમડપ ઉપર આવીને આકાશમાં સિહાસન ઉપર બેઠી. એ સમયે પૂનેહાનુરાગથી તે કનકશ્રીએ -દેવીએ રક્ત કમળ અને રક્ત મણિ જેવા જમણા હાથના અગ્રભાવ ઊંચા કરીને મનેાહેર વાણી ઉચ્ચારી કે, “ ધનશ્રી ! તારા પૂર્વભવને યાદ કર. પુષ્કરવર દ્વીપામાં, પૂર્વભરતમાં, નંદનપુરમાં મહેન્દ્ર રાજા હતા. તેની ભાર્યા અનંતતિ હતી. તેની બે પુત્રીએ કનકશ્રી અને ધનશ્રી સુકુમાર તથા સુરૂપ અને અન્યાન્યમાં અનુરક્ત હતી. તે કોઈ એક વાર શ્રીપર્યંત ઉપર ગઇ. ત્યાં શિલાતલ ઉપર બેઠેલા નંદગિરિ અણુગારને તેમણે જોય. તેઓએ તેમને વંદન કર્યા. તે સાધુની પાસે ધર્મ સાંભળીને બન્ને જણીઓએ સમ્યકત્વ બ્રહણ કર્યું. એક વાર ત્રિપુરના અધિપતિ વીરાંગનૢ વિદ્યાધરે અશેાકવાટિકામાંથી તે ખન્નેનુ હરણ કર્યું. અવશ એવી તેએને ભીમાટવીમાં વીરાંગદની ભાર્યો વજ્રશ્યામલિનીએ છેાડાવી, વિદ્યાધરે આપણામાં સંક્રામિત કરેલી પત્રલઘુવિદ્યાર પણ તેણીએ નિષ્ફળ કરી. તેથી વેલુવનમાં વાંસના જાળા ઉપર (આપણે પક્યાં ); ત્યાં અનશન કરીને હું જે કનકશ્રી કનકશ્રીથી ભિન્ન છે. મિતારિની પુત્રી ક્નકથી તે ૧. આ સ્વયંવરમાં આવનાર કની દમિતારિની પુત્રી મેક્ષમાં ગયેલી છે. (પૃ. ૪૨૮ ). ૨. ઊંચેથી નીચે પડતાં વાગે નહીં એવું, પત્ર જેવુ' હળવુ શરીર થાય તેવી વિદ્યા. કનકશ્રી અને ધનશ્રી કદાચ ઊંચેથી પડે તેા મરે નહીં એટલા માટે વિદ્યાધરે તેમનું હરણ કરતાં એ વિદ્યા તેમનામાં સંક્રાન્ત કરી, પણ તેની પત્નીએ તે નિષ્ફળ કરી; કારણ કે કન્યાઓ જીવતી હોય તે જ તેના પતિ તેમનામાં આસક્ત થવાના સંભવ રહે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy