SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ કેતુમતી સંભક [૪૧૩ ] પાપ ઉપાર્જન કરે છે અને તે વડે સંચિત કરેલ બદ્ધ, પૃષ્ટ અને નિકાચિત કર્મ વડે કરીને દુઃખથી ભરેલા આ સંસારમાં ભમે છે.” આથી જેને સંવેગ પ્રાપ્ત થયો છે એવા અકીતિએ રાજ્યનો ત્યાગ કરીને તથા રાજ્યના ઉપર અમિતતેજને અભિષેક કરીને દીક્ષા લીધી. જેણે કામગને ત્યાગ કર્યો નથી એવો વિપૃષ્ઠ પણ કાલધર્મ પામે. કોઈ એક વાર સુવર્ણકુંભ નામે અણગાર પોતાના ગણસહિત પિતનપુરમાં આવ્યા. તે સાંભળીને અચલ આદરપૂર્વક નીકળ્યો અને સાધુને વંદન કરીને પૂછવા લાગ્યા, “ભગવન! મારા પ્રિય ભાઈ ત્રિપૃષ્ઠની ગતિ કહે.” એટલે સાધુએ અવધિથી જોઈને કહ્યું, “અચલ! જેણે આવકારને રોકયું નહોતું એવો ત્રિપૃષ્ઠ રોદ્ર અધ્યવસાયથી ઘણું અશાતાવેદનીય કર્મ ઉપાજીને, નરકનું આયુષ્ય બાંધીને અપ્રતિષ્ઠાન નરકમાં ઉત્પન્ન થયે છે, અને ત્યાં પરમ અશુભ તથા જેની ઉપમા આપી શકાય નહીં એવી વેદના નિરંતર અનુભવે છે. ” આ પ્રમાણે કહેવામાં આવતાં અચલ મૂછ પામ્યું. તેને ભગવાને આધાસન આપ્યું અને કહ્યું, “તું વિષાદ કરીશ નહીં. આદિતીર્થકર ભગવાન ઋષભદેવે ત્રિપૃષ્ઠને માટે તે પહેલે વાસુદેવ અને છેલ્લો તીર્થ કર થશે એમ કહેલું છે, તે એ પ્રમાણે જ થશે. સંગનો અંત વિયોગમાં જ આવે છે. પ્રાણીને પોતે કરેલાં શુભાશુભ કર્મો તિર્યંચ, માનવ અને દેવની તે તે યોનિઓમાં અનુભવતાં કારણવશાત એકબીજા પ્રત્યે પ્રીતિ અથવા વેર થાય છે. એમાં કોઈ નિયમ નથી (અર્થાત આજે પ્રીતિ કે વેર હોય એટલે કાલે એ પ્રમાણે જ રહે એવું નથી). વળી શોક કઈ પ્રજનને સિદ્ધ કરતે નથી, કેવળ ધર્મ, અર્થ અને કામને ક્ષીણ કરે છે, માટે બુદ્ધિમાન પુરુષે તેને ત્યાગ કરવો અને પિતાના હિતમાં આદર કરે.” સુવર્ણકુંભ અણગાર આ પ્રમાણે બલ્યા, એટલે અચલે તેમને વંદન કરીને કહ્યું, “હું તેમ કરીશ, પહેલાં પુત્રોને રાજ્યાધિકારમાં નિયુક્ત કરું.” પછી શ્રીવિજયને રાજા તરીકે અને વિજયભદ્રને યુવરાજ તરીકે રાજ્યાભિષેકથી અભિષેક કરીને અચલે ઘણા રાજાઓના પરિવાર સહિત સુવર્ણકુંભ અણગારના ચરણમાં દીક્ષા લીધી, અને પરમ સંવિગ્ન એવો તે સૂત્ર અને અર્થનો અભ્યાસ કરીને, તપસંયમમાં સ્થિર રહીને વિહરવા લાગ્યું. શ્રીવિજય પણ વાસુદેવના જેવા ભેગો ભેગવવા લાગ્યા. જાણે દેવગણની મધ્યમાં રહેલ ઇન્દ્ર હોય તેમ હજારો રાજાઓ વડે વીંટળાયેલે શ્રીવિજય એક વાર સભામાં બેઠો હતો. ત્યાં સામ્ય રૂપવાળો એક બ્રાહ્મણ આવીને જ્યાશીષ આપીને કહેવા લાગ્યા, “સાંભળે, હું તિષવિદ્યાને પારગામી છું, તેથી જ્ઞાનચક્ષુથી મેં જે જોયું છે તે સાંભળવાને તમે ચગ્ય છો. પિતનપુરના અધિપતિના મસ્તક ઉપર આજથી સાતમે દિવસે વીજળી પડશે, એમાં શક નથી.” આમ બોલીને તે ઊભે રહ્યો. પછી મહાદેષવાળું તે વચન સાંભળીને આખી સભા તથા રાજાઓ ક્રોધ પામ્યાં. રેષથી ભરેલાં નયનેવાળા વિજયભટ્ટે કહ્યું, “જ્યારે પિતનપુરના અધિપતિના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy