SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૭૬ ] વસુદેવ-હિંડી ઃ : પ્રથમ ખંડ : શત્રુન અણગારની પાસે દીક્ષા લીધી. શ્યામા વગેરે મારી એ પુત્રીઓએ પણ જિનદત્તા આર્યા પાસે દીક્ષા લીધી. પછી હે દેવદત્ત ! એક ગામથી બીજે ગામ વિહાર કરતે હું આ અસિતગિરિ ઉપર આવ્યો. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાય કર્મને ક્ષય થતાં આજે મને તિમિરથી રહિત એવું ઉત્તમ કેવલજ્ઞાન અને કેવલદર્શન ઉત્પન્ન થયું છે. તે આદિત્ય વગેરેને પણ આજ રાત્રે કેવલજ્ઞાન ઉત્પન્ન થશે. હે દેવદત્ત! આદિત્ય, સોમવીર્ય, શત્રુત્તમ અને શત્રુદમન રાજર્ષિઓને આ કારણથી એકબીજામાં ઉત્કૃષ્ટ અનુરાગ છે.” (આર્યાએ કહે છે કે, હરિવહન કેવલીએ આ પ્રમાણે કહ્યું, એટલે કેટલાકે ત્યાં પ્રત્રજ્યા લીધી અને કેટલાકે અણુવ્રતે ગ્રહણ કર્યા. અમે પણ માતાપિતાની અનુમતિ લઈને પાંચ અણુવ્રત ગ્રહણ કર્યા. હે દેવીઓ ! અમે આ પ્રમાણે પૂર્વભવમાં સમ્યકત્વ પ્રાપ્ત કર્યું હતું. દેવીઓ ! પછી એક વાર અમે બે જણ પિતાના ખેતરમાં ઘાસની પથારીમાં એકબીજાને વળગીને સૂતેલી હતી. તે વખતે બાજ પક્ષીઓ સાપને પકડ્યો હતે સાપને બાજ આકાશમાંથી લઈ જતો હતો તે વખતે છૂટી જવાથી તે સાપ અમારા ઉપર પડ્યો. તે અમને કરડ્યો તેથી ઝેર ચડવાથી મરણ પામેલી અમે સધર્મ ક૯પમાં દેવેન્દ્ર દેવરાજ શક્રની અગ્રમહિષીઓ થઈ. આયુષ્યને ક્ષય થતાં ત્યાંથી આવીને આ જ દક્ષિણાર્ધભારતમાં પુપકેતુ નગરમાં પુષ્પદંત રાજાની પુછપચલા દેવીની વિમલાભા અને સુપ્રભા નામની બે પુત્રીઓ અમે થઈ. પૂર્વભવનું અમને સ્મરણ હતું. હે દેવીએ! અમારા જાતિસ્મરણની હકીકત આ પ્રમાણે છે. અમે શીખ્યા વગર જ પૂર્વજન્મની અને પૂર્વના દેવભવની કલાઓ જાણતી હતી. દેવલેકમાં દેવ અને દેવીએ સર્વે બતર કલાઓમાં નિપુણ હોય છે. મારી પુત્રીઓ પંડિતાઓ છે કે નહીં?” એ પ્રમાણે અમારી પરીક્ષા કરવા માટે હર્ષિત થયેલા રાજા (અમારા પિતા) એક વાર સમસ્યાનું ચરણ લઈને અમારી પાસે આવ્યા અને અમને કહ્યું, “હે પુત્રીઓ ! આ ચરણની પૂર્તિ કરો- સુaહ્યું હું તેલ (દુર્લભ વસ્તુ પણ તેમને દુર્લભ નથી). પછી અમે પણ પદને વિચાર કર્યો, અને (અમે પૈકી ) વિમલાલાએ આ પ્રમાણે અર્થવડે પાદપૂર્તિ કરી– मोक्खसुहं च विसालं, सबसुहं अणुत्तरं जं च । ને સુરિયસામurI, કુછદં તુચ્છદં તેર્લિ . (અર્થાત્ વિપુલ એવું મેક્ષસુખ અને અનુતર એવું સર્વાર્થસિદ્ધિનું સુખ, દુર્લભ હોવા છતાં પણ, જેમણે સારી રીતે શ્રમણ્ય પાળ્યું હોય તેમને માટે દુર્લભ નથી.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy