SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૫૮ ] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ: ધરવામાં આવ્યું છે તથા બન્ને બાજુએ ચામર ઢાળવામાં આવે છે એવા તેને સિંહાસન ઉપર બેસાડવામાં આા, પરિવાર સહિત પિતા જેની પાછળ આવતા હતા એવા, નગરજનાનાં નયનકમળની માળાએવડે અનુસરાતા, પ્રાસાદતલ ઉપર રહેલી અને · સુપુરુષ ! ધર્મમાં તને અવિઘ્ન થાઓ ! ' એમ એલતી સુન્દર યુવતીઓની પુષ્પવૃષ્ટિ વડે ઢંકાતા, સૂર્ય-નિનાદથી દશે દિશાઓને પૂરતા તથા રાજાની આજ્ઞાથી થતી ભૂષણ અને વજ્રની વૃષ્ટિને અવિસ્મિતપણે જોતા તે અનુક્રમે નગરની બહાર નીકળ્યેા અને પ્રીતિકર ઉદ્યાનમાં પહેાંચ્યા. વસંતઋતુની જેમ તે ( ઉદ્યાનમાં ) પ્રવેશ્યા. સીમંધર અણુગાર નજરે પડ્યા એટલે શિખિકામાંથી તે નીચે ઊતર્યાં. પછી જિતશત્રુ રાજાએ ત્રણ પ્રદક્ષિણાપૂર્વક વંદન કરીને સીમ ંધરને શિષ્યભિક્ષા આપી. સામાયિકના નિયમવાળા મૃગજ સાધુ થયા. મૃગધ્વજ વિષેની વાતચીતમાં આસક્ત ચિત્તવાળા રાજા, કામદેવ અને નગરજન નગરમાં પાછા આવ્યા. અમાત્ય પણ સાધુઓને વંદન કરીને ભદ્રંકની પાસે ગયા, અને તેને ધર્મ કહ્યો-“ સાંભળ, ભદ્રંક! રાજાએ તને અભય આપતાં તુ ભદ્રકપણું-સરળતાથી સુખપૂર્વક અને ઇચ્છા પ્રમાણે કરતા હતા. જે ક્રૂર હેાય તે આ લેાકમાં નિન્દનીય અને ઉદ્વેગને પાત્ર થાય છે; રુદ્રભાવથી જીવન જીવીને અશુભ વેરવાળા તે નારક અને તિય "ચના ભવમાં પેદા થઇને વિવિધ દુ:ખા અનુભવે છે, માટે તું કુમારને ક્ષમા કર. તારા નિમિત્તે કુમારે વીતરાગના માના આશ્રય કર્યો છે. નિમિત્ત વગર કોઇ કર્મ વિપાકમાં આવતું નથી, માટે સર્વ જીવના પૂ દુષ્કૃત અને પૂ સુકૃતના વિપાકમાં, પાતે કરેલાં કર્માંના અનુભાવથી દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અથવા ભાવ પૃથક્ પૃથક્ રીતે હેતુ અને છે. અરિહંત ભગવંતા ઉપશમની પ્રશંસા કરે છે, માટે જો દુ:ખામાંથી મુક્ત થવાની ઇચ્છા તુ રાખતા હાય તા ક્રોધના ત્યાગ કરીને શરદઋતુનાં જળ જેવા પ્રસન્ન હૃદયવાળા થા. ” એટલે અશ્રુપૂર્ણ હૃદયવાળા ભદ્રક અમાત્યને મસ્તકથી પ્રણામ કર્યા. પછી આ ઉપશાન્ત થયા છે એમ જાણીને અમાત્યે કહ્યું, “ ભદ્રક ! પડિતમરણુ મર. તેથી તું સદ્ગતિમાં જઇશ. ખાલમરણુ-અજ્ઞાનમરણુથી મરેલા કલુયુક્ત જીવેા દુ:ખથી ભરેલા સાંસારમાં ભ્રમણ કરે છે. આવી સ્થિતિમાં આવી પડેલા તને હવે જીવન કયાંથી ? અથવા હાયતા પણ કેવું ? માટે આ શરીર અને આહારના ત્યાગ કર. એટલે ભદ્રકે માથુ હલાવ્યું. પછી અમાસે એવી સ્થિતિમાં રહેલા તેને અર્હિંસા, સત્ય, અચૌર્ય અને બ્રહ્મચર્યનાં ત્રતા આપ્યાં. તેણે ભાવથી એ સ્વીકાર્યાં. પછી આહારના ત્યાગ કરીને, અમાત્યે કહેલાં અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુના નમસ્કારનાં પદોનુ મનથી ચિન્તન કરતા તે રહ્યો. ધીર થજે ' એમ કહીને અમાત્ય ગયા. કામદેવના પિરજના ઘાસ અને પાણી લઇને આવ્યા, પણ તેની ભદ્રકે ઇચ્છા કરી નહીં. પછી તેઓએ ભદ્રકના ઘા ધાઈને કષાય જળથી તે સીંચવા માંડ્યો, પણ ભદ્રકે માથું ધુણાવ્યું. પછી ‘ભદ્રકે અનશન કર્યું છે ' એમ જાણીને પુષ્પ—ગ ધથી તેની પૂજા કરીને શેઠના માણસે ગયા. નગરજને પણ તેની પૂજા કરવા "" લાગ્યા. શેઠ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy