SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૨૮ ] વસુદેવ-હિંડી :: પ્રથમ ખંડ: www સમુદ્રમાં પોતાના બંને પાદ (તળેટીના ભાગ) જેણે મૂક્યા છે એવો વૈતાઢ્ય નામે પર્વત છે. ત્યાં વિદ્યાધરી વડે વસાયેલી એવી ઉત્તર અને દક્ષિણ એ બે શ્રેણિઓ છે. ત્યાં ઉત્તરશ્રેણિમાં ગગનમાં વિહાર કરવાને ટેવાયેલા એવા દેને વિસ્મય પમાડનારું ગગનવલભ નગર છે. ત્યાં વિદ્યાધરના બળના માહાસ્યનું મથન કરનાર વિદુષ્ટ્ર નામે રાજા હતા. તેણે વિદ્યાધરને વશ કર્યા હતા. એક સે દસ નગર વડે શોભાયમાન બને શ્રેણિઓને તે પિતાના પરાક્રમ વડે ભેગવતે હતા. એક વાર પશ્ચિમ વિદેહમાંથી પ્રતિમામાં રહેલા સાધુને પોતાના પ્રભાવ વડે આ પર્વત ઉપર લાવીને તે વિદ્ધષ્ટ્ર વિદ્યાધર રાજાઓને આજ્ઞા આપી, “ આ ઉત્પાત જે વધશે તે તેથી આપણે વિનાશ થશે, માટે જરાયે વિલંબ કર્યા વગર આયુધ ગ્રહણ કરી એકીસાથે તેને મારો. એમાં તમારે પ્રમાદ કરે નહીં.” પછી મોહવશ અને સાધુને મારવાની ઈચ્છાવાળા તેઓ આયુધ ઊંચાં કરીને ઊભા રહ્યા. તે વખતે દેવો વડે મોકલાયેલે નાગરાજ ધરણ અષ્ટાપદ પર્વત તરફ જતો હતો. તેણે આ અવસ્થામાં રહેલા વિદ્યાધરોને જયા, એટલે કૃદ્ધ થયેલા તેણે તેઓને કહ્યું, “ હે ઋષિઘાતકો ! તમે આકાશગામીઓ અહીં કેમ ભેગા થયા છો? ગુણ-દેષને વિચાર નહીં કરનારા એવા તમારું આમાં શ્રેય નથી.” આમ કહેતાં નાગરાજે તેઓની વિદ્યાઓ પડાવી લીધી. એટલે ભયથી ગદગદ્દ કંઠવાળા તેઓ વિનયપૂર્વક મસ્તક નમાવીને નાગરાજ પાસે જઈને વિનંતી કરવા લાગ્યા, “દેવ! અમે તમારા શરણાગત છીએ. અમારા સ્વામી વિદ્યુદંષ્ટ્રના આદેશથી અમે તપસ્વીનો વધ કરવાને ઉઘુક્ત થયા હતા. અમે અજ્ઞાન છીએ, માટે કપ દૂર કરો. અમારા ઉપર કૃપા કરો. કહે, કોની પાસે આ સાધુની દીક્ષા થઈ હતી. ?” પછી આ પ્રકારનાં વચન વડે જેનો રોષ શાન્ત થયો છે એ તે નાગરાજ કહેવા લાગ્યા, “અરે! સાંભળે– સંજયંત અને જયંતને વૃત્તાન્ત - પશ્ચિમ વિદેહમાં અનેક પ્રકારનાં સ્વાદિષ્ટ સલિલવાળો સલિલાવતી વિજય છે, અને વિતશાક (જેમના શેક દૂર થયા છે એવા) જન વડે લેવાયેલી વીતશેકા નગરી છે. ત્યાં પ્રસિદ્ધ નિર્મળ વંશવાળે સંજય નામે રાજા હતા. તેની સત્યશ્રી દેવી હતી. તેમના બે પુત્ર સંજયંત અને જયંત નામે હતા. સ્વયંભૂ તીર્થંકર પાસે ધર્મ સાંભળવાથી જેને કામ પ્રત્યે વૈરાગ્ય થયે છે એવા તે રાજાએ, વસ્ત્રના છેડા ઉપર વળગેલા તૃણની જેમ, રાજ્યને ત્યાગ કરીને પોતાના પુત્રોની સાથે દીક્ષા લીધી અને શ્રમણ્ય પાળવા લાગે. જેણે સૂત્ર અને અર્થનું અધ્યયન કર્યું છે, વિવિધ તપ-ઉપધાનો વડે જેના કર્માશોની નિર્જરા થઈ છે એ તથા અપૂર્વકરણમાં આરૂઢ થયેલે તે ઘાતિ કર્મ અને ચાર અઘાતિકને ક્ષય થતાં કેવલજ્ઞાન અને કેવલ દર્શન પ્રાપ્ત કરીને નિર્વાણ પામે. શિથિલાચારી તથા જેણે સંયમનો ભંગ કર્યો હતે એ જે જયંત હતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy