SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ -- - ---- - --- - - [ ૩૨૪] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ : “આ મર્યાદાલેપ, અપયશ અને અધર્મનું ફળ પ્રજાપતિશર્માને માથે પડે, કે જે આવા પુરુષરનને વિનાશ કરાવે છે.” આમ બોલીને તેઓએ મને છિન્નકટક પહાડની સીધી કરાડમાં નાખે. ક્યાંય પણ અટક્યા સિવાય અવાજ કરતે પડ્યો, એટલું મેં જાણ્યું. ઉપરથી પેલા પુરુષોને અવાજ મેં સાંભળ્યો કે “આને કેઈએ ઝીલી લીધો છે.” “જેમ ચારદત્તને ભાઈંડ પક્ષીઓએ ઉપાડી લીધું હતું તેમ મારું પણ ભાગ્યવશાત્ બન્યું હશે. જેમ એ ચારુદત સાધુ સમીપે પહોંચ્યો હતો તેમ મને પણ સંપ્રાપ્તિ-લાભ સિદ્ધ થશે. જીવિતદાન આપનાર સિદ્ધોને નમસ્કાર હે” આ પ્રમાણે મનમાં વિચાર કરતા હતા, એટલામાં મને દૂર લઈ જઈને નીચે મૂકવામાં આવ્યું. મને નીચે મૂક્યું, એટલે પૂર્વે જેયેલ ચરણયુગલ મેં જોયું. સર્પ જેમ કાંચળીમાંથી નીકળે તેમ હું ભઆમાંથી નીકળે, તે મેં વેગવતીને રડતી જોઈ. મને આલિંગન કરીને, શોકનો ભાર બહાર કાઢતી, કરુણ રુદન કરતી તે કહેવા લાગી, “હા અદુઃખગ્ય ! હા અમારા જેવી અનેકના નાથ ! હા મહાકુલીન! હા મહાસત્વ ! (કેવા વિચિત્ર સંગોમાં) કેવી રીતે મેં તમને પાછા પ્રાપ્ત કર્યા છે. પૂર્વે તમે કેવું કર્કશ કર્મ કર્યું હશે, જેથી આવું દુઃખ પામ્યા છે ?” એટલે મેં તેને આશ્વાસન આપ્યું કે, “પ્રિયે શોક દૂર કર, હું ભવ્ય હવાને આદેશભવિષ્ય સાધુઓએ ભાખેલ છે. ઋષિઓ પૂજ્ય વચનવાળા હોય છે. (એટલે એ વાત સાચી છે). મેં પણ પૂર્વભવમાં કોઈને પીડા આપી હશે, જેથી આવું દુખ હું પામે. કર્મના વિપાકે આવા પ્રકારના છે, જેથી સુખને અંતે ભય ઉત્પન્ન થાય છે અને ભયસ્થાનમાં પરમ પ્રીતિ પેદા થાય છે. દુઃખમાં પડેલા બુદ્ધિમાને વિષાદ કરવો નહીં. સુખદુઃખની શંખલાઓ, આપણે ઈચ્છીએ નહીં તે પણ, આવે છે. તેમાં સુખમાં જે મદ ન કરે, દુઃખમાં જે વિષાદ ન પામે તે પુરુષ છે, બીજાઓ તે કચરા જેવા છે.” પછી મેં વેગવતીને પૂછયું “તેં મને (આ ભામાં) જાણે કેવી રીતે? આટલે સમય મહાપુરમાં અથવા તારા પોતાના ઘરમાં તું કેવી રીતે રહી હતી?” એટલે રોતી રોતી તે કહેવા લાગી, “સ્વામી ! હું જાગી ઊઠી, અને તમને શયનમાં નહીં જોતાં “મારા પ્રિયતમ ક્યાં હશે ? “એમ કરીને રડવા લાગી. મને શંકા હતી કે મારો ભાઈ માનસવેગ કદાચ તમારું હરણ કરી ગયે હશે ” પછી રોતાં રેતાં મેં રાજાને ખબર આપી કે “તાત ! આર્યપુત્ર કયાંય માલૂમ પડતા નથી.” એટલે રાજકુલ ખળભળી ઊઠયું, ઘણા કે તપાસ કરવા લાગ્યા, (અને કહેવા લાગ્યા, “દીપિકાએ લઈને બરાબર તપાસ કરેજે.” દ્વાર બંધ હોવાથી રાજભવનમાંથી બહાર નીકળવાનો તે કઈ માર્ગ જણાતે નહતું. રાત્રિ વિતીને પ્રભાત થયા પછી કંચુકીઓ અને દેવીઓએ તમને અમદવનમાં જોયા નહીં, એટલે દેવીએ અને રાજાએ મને કહ્યું, “બેટા ! સંતાપ છેડી દે, તારી પાસે વિદ્યાઓ છે, તેમને જાપ કરીને તારા પતિને વૃત્તાન્ત પૂછ.” પછી મેં સાવધાન થઈ, સ્નાન કરીને વિદ્યાનો જાપ કર્યો. તેણે મને તમારા સમાચાર કહ્યા. પછી રાજાને અને દેવીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy