SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ વેગવતી લંભક [ ૩૨૧ ] કનક (કનકશક્તિ-સુવર્ણની શક્તિ) વગેરે શસ્ત્રો મારો વધ કરવાને માટે ફેંકયાં. હું પણ તેણે છેડેલાં શસ્ત્રોનું નિવારણ કરવા લાગ્યો અને અમોઘ બાણે વડે મેં તેનું મર્મસ્થાન વીંધી દેરી તૂટી ગઈ છે એવા ઈન્દ્રધ્વજની જેમ તે અચેતન થઈને ધરતી ઉપર પડ્યો. તેને નાંખ્યું. એટલે જેની આવી અવસ્થામાં જોઈને ડરેલે હેફગ પરિવાર સહિત નાસી ગયે. દધિમુખની આજ્ઞાથી નિર્ભય થઈને વિદ્યાધરે ગયા, નગર લીધું અને વિદ્યુગ રાજાને છોડાવ્યો. પછી શ્વસુર વડે અને પરિજન વડે પૂજાયેલે એવો હું અમરાપુરીના પ્રતિબિંબ સમાન અરિજયપુરમાં રહેવા લાગ્યા. દધિમુખ આદરથી મારી સેવા કરતો હતો. વિનીત તેમજ રૂપવાન અને કુલીન તે મદનગાની સાથે મારો સમય સુખપૂર્વક વીતતો હતો. મારા ઉપગની વિધિમાં કઈ પ્રકારની ઊણપ આવતી નહતી. દેવી મદનગા સગર્ભા થઈ અને ગર્ભની શોભાથી વૃદ્ધિ પામેલા લાવણ્યવાળી બની. દાસીઓએ જેને આદરપૂર્વક શૃંગાર ધારણ કરાવે છે એવી, સ્વચ્છ સુવર્ણ અને મણિનાં પ્રકાશમાન આભૂષણેથી વિભૂષિત અંગવાળી, અને વસન્તમાસની કુસુમિત ચંપકલતાની જેમ શોભતી મદનગા એક વાર મારી પાસે આવી. કુંડલયુગલ વડે અલંકૃત તેનું વદનકમળ, ચકવાથુગલ સહિત કમળની જેમ, અધિક શોભતું હતું. પછી હર્ષ પામેલા હદયવાળા મેં તેને કહ્યું, “ પ્રિયે વેગવતિ ! તે શાભાની પતાકા ગ્રહણ કરી છે (અર્થાત્ ઉત્કૃષ્ટ શોભા પ્રાપ્ત કરી છે ).” એટલે કુપિત થયેલી તે બોલી, “ જે તમારા મનમાં સ્વાધીન અને જાણે કે કંઈક ચિત્રાયેલી હોય તેવી છે તેની શોભાયમાન કહીને પ્રશંસા કરે છે. ” મેં કહ્યું, “તે તે દૂર છે; તું શા માટે ક્રોધ કરે છે? મારા હૃદયમાં તે. તું જ છે. મેં તો મશ્કરી કરી હતી, માટે તારે આ (કથનને) અપરાધ ન ગણવું.” એટલે તેણે કહ્યું “મારી સમીપમાં જેનું નામ લો છો તે જ તમારી પ્રિયા થાઓ.” પછી “લેકની વચ્ચે તેને સમજાવી શકાશે નહીં, ( એમ કરતાં) તે વધારે કાપવાળી થશે, માટે પછી તેને પ્રસન્ન કરીશ” એમ ધારીને તેને પ્રસન્ન કરવાના ઉપાયને વિચાર કરતો હું બેઠો. (૧૫) વેગવતી લંભક મુહુર્ત માત્રામાં મદનવેગા પ્રસન્ન મુખવાળી બનીને આવી. પ્રસન્ન થઈને તે આવી એટલામાં તે (બહાર) કોલાહલ થયો. “મહેલ સળગે છે” એમ કહીને તે ૧ મૂળમાં સચિવસત્થા (?) છે પણ ખંભાતની તાડપત્રની પ્રતમાં ક્ષત્તિળ%થા છે. તે ઉપરથી અનુવાદ કર્યો છે. “સુવર્ણની શક્તિ” અર્થ લેવાને આધાર એ છે કે મહાભારત આદિમાં શસ્ત્રાસ્ત્રોના વર્ણનમાં “સુવર્ણની શક્તિ ના ઉલ્લેખ આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy