________________
[ ૨૮૬ ].
વસુદેવ-હિંડી ઃ : પ્રથમ ખંડ:
અવિરોધથી નગર અને રાજ્યનું પાલન કરતે હતો. તેની પુષ્પદંતા નામે મહાદેવી હતી, અને તે વસન્તમાસની પુષ્પવાળી શેભા જેવી મનોહર રૂપવાળી હતી. તેની પંડિતિકા નામે શવ્યાપાલિકા હિતસ્વી, કુશળ અને માનીતી હતી. પછી તે રાજા પુષ્પકેતુએ દેવગુરુ નામે અનગારની પાસે ધર્મ સાંભળીને પુત્રને રાજ્ય આપી દીક્ષા લીધી, પંડિતિકા સહિત પુષ્પદંતા દેવીએ પણ રાજાની પાછળ દીક્ષા લીધી. જેને વૈરાગ્ય અચલ રહ્યો છે, જેમણે સૂત્ર અને અર્થનો અભ્યાસ કર્યો છે એવા તથા તપવત પુષ્પકેતુ અણગાર વિહાર કરીને, કર્મો ખપાવીને નિર્વાણ પામ્યા. પછી તે પુષ્પદંતા આર્યા જન્મ, કુલ, રૂપ અને એશ્વર્યના મદથી પંડિતિકા આર્યાની અવજ્ઞા કરી તેને તિરસ્કાર કરતી હતી, “તું તારું કુળ વીસરી ગઈ છે, આઘી જા; ગંધાતા મુખવાળી તું મારી સામે ઊભી ન રહીશ, મારી નજીક રહીને ઉત્તર ન આપીશ, વસ્ત્રથી તારૂં મેં ઢાંકીને મારી પાસે આવજે.” આ પ્રમાણે તિરસ્કાર પામતી પંડિતિકા “દેવી સાચું કહે છે” એમ વિચારતી “મારો અપરાધ ક્ષમાં કરે” એમ કહેતી તેના પગે પડી. એ જ પ્રમાણે તે નમ્રતાપૂર્વક વંદન કરવા લાગી. પછી તે પુષ્પદંતાને તિરસ્કાર સારી રીતે સહન કરતી તે પંડિતિકાએ નીચ ગોત્રકર્મ ખપાવ્યું, તથા શુભ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ તથા આદેય વચન અને ઉચ્ચ શૈત્રકમ બાંધ્યું. ગર્વિષ્ટ એવી પુષ્પદંતાએ મુખદુર્ગધત્વ અને નીચોત્રતા બાંધી. જે તપ પુષ્પદંતા ગ્રહણ કરતી હતી તેનું અનુવર્તન પંડિતિકા પણ કરતી હતી. પછી તે બન્ને જણીઓ કાળ કરીને શક્ર દેવરાજ વૈશ્રમણ મહારાજની અગ્નમહિષીઓ થઈ. આયુષ્યનો ક્ષય થતાં ચવીને જે પંડિતિકા તે તારી પુત્રી રક્તવતી થઈ, જે પુષ્પદંતા તે લઘુનિકા થઇ. રક્તવતી અર્ધભરતાધિપતિ વાસુદેવના પિતાની ભાર્યા થશે.”
મેં ફરી તે અનગારને પૂછયું, “રક્તવતીને તે પતિ કયાં છે? અને તેને કેવી રીતે જાણુ?એટલે તેઓ બોલ્યા, “જેને પગ તારી દુકાનમાં પડતાંની સાથે જ તને એક લાખનો લાભ થાય, અને લસણ જેવા ગંધાતા મુખવાળી છોકરીને જે સુગંધી મુખવાળી બનાવે તેને તું અર્ધભરતાધિપતિને પિતા જાણજે.”
આમ કહેવામાં આવ્યું, એટલે તે મહર્ષિને વંદન કરીને હું ગયો. તે દિવસથી લઘુનિકા ચેટી દુકાનમાં જ બેસે છે. સાધુએ કહ્યો હતો તે ધનલાભ આજે મને થયો. મારે આપને આજ વાત જણાવવાની છે.” રકતવતીનું પાણિગ્રહણ
પછી શુભ મુહૂર્ત સાર્થવાહ મારી સાથે રકતવતીનું પાણિગ્રહણ કરાવ્યું. જેનાં લોચન ધવલ છે, લોચનના ખૂણાઓ લાલ છે અને કીકીઓ કાળી છે એવી, જાણે અમૃતના બનેલા વદનચંદ્રવાળી, ચંદ્રની પ્રભા જેવી ઉજજ્વળ કાન્તિવાળી, તથા અતિશય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org