SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ [ ર૬૨ ] વસુદેવ-હિંડી ઃ : પ્રથમ ખંડ : અચૂક નિશાનબાજીથી વિસ્મિત થયેલા તેઓ કહેવા લાગ્યા, “તમે અમારા ઉપાધ્યાય થાઓ.” મેં કહ્યું, “પૂર્ણશની આજીવિકા હું નહીં કાપી નાખું.” પરંતુ તેઓ તે મને વળગી પડયા અને કહેવા લાગ્યા, “અમારા ઉપર કૃપા કરે, અમે તમારા શિષ્ય છીએ.” મેં કહ્યું, “જે એમ જ છે તે તે ઉપાધ્યાયને વાંધો ન આવે તેવી રીતે, હું જ્યાં સુધી અહીં છું ત્યાં સુધી, તમને શિખવીશ.” તેઓ પ્રસન્ન થઈને બેલ્યા, “એમ થાઓ.” પછી તેઓએ મને આવાસ આપ્યો, અને પૂર્ણાશ ન જાણે તેમ મારી સેવા કરવા લાગ્યા. તેઓ મારાથી એક ક્ષણ પણ અલગ રહેતા હતા અને ભજન અને વરુની બાબતમાં મારી સગવડ સાચવતા હતા. આ વાત પર્ણાશે જાણી, એટલે અધ્યાપકેના સમૂહવડે વીંટળાયેલે તે મારી પાસે આવ્યું. તેણે મને પૂછ્યું. “આયુવિદ્યા જાણે છે ?” મેં કહ્યું, “અસ્ત્ર, અપાસ્ત્ર અને વ્યસ્ત્ર' જાણું છું. પગે ચાલતા અથવા હાથી ઉપર બેઠેલા દ્ધાને માટે અસ્ત્ર છે, ઘોડેસવારને માટે અપાત્ર છે, તથા ખડ્ઝ, કનક, તેમર, ભિંડિમાલ, ફૂલ, ચક્ર આદિ વ્યસ્ત્ર છે. આયુધે છોડવાની ત્રણ રીત-દઢ, વિદઢ અને ઉત્તર પણ જાણું છું. ” અો ફેંકવાની ત્વરાથી મેં તેને વિમિત કરી દીધો. પછી કઈ વિદ્વાન પાસેથી આ વૃત્તાન્ત સાંભળીને અગ્નિસેન રાજા ત્યાં આવ્યું. તેણે મને જોઈને પિતાને ચામર બંધ કરાવ્યું. તે પ્રણામ કરીને મારી સાથે વાર્તાલાપ કરવા લાગ્યા. પછી પૂર્ણાશ મને પૂછવા લાગે, “ધનુર્વેદ કોણે ર?કહ્યું, “સાંભળો– ધનુર્વેદની ઉત્પત્તિ આ ભરતક્ષેત્રમાં યુગલિકધર્મને અંત આવ્યે તે સમયે, કુલકરોએ સ્થાપેલી હક્કાર, મક્કાર અને ધિક્કારની દંડનીતિનું મનુષ્ય ઉલ્લંઘન કરવા લાગ્યા. ત્યારે યુગલિકા સહિત દેએ નાભિરાજાના પુત્ર ઋષભદેવને પ્રથમ રાજા તરીકે અભિષેક કર્યો. તે સમયે મનુષ્યો ભદ્ર અને વિનીત પ્રકૃતિવાળા હતા, તથા પ્રકૃતિથી જ તેમનાં ક્રોધ, માન, માયા અને લોભ સૂમ હતાં. તે વખતે શસ્ત્રોની કોઈ જરૂર નહોતી. પણ જ્યારે ભગવાનના મોટા પુત્ર (ભારત) સમસ્ત ભરતના અધિપતિ થયા તથા ચૌદ રત્ન અને નવ નિધિના સ્વામી થયા ત્યારે તેમના માણવક નામે નિધિએ ખૂહરચનાઓને તથા શસ્ત્ર અને કવચની રચનાને ઉપદેશ આપે. કાળાન્તરે દારુણ હૃદયવાળા રાજાઓ અને અમાત્યોએ પિતાની બુદ્ધિથી નીપજાવેલી શસ્ત્રરચનાઓનો ઉપદેશ કર્યો. વિદ્વાનોએ એને લગતાં શાસ્ત્રો રચ્યાં. એ પ્રમાણે અસ્ત્ર, અપાસ અને વ્યસ પ્રવર્યા, તથા આયુર્વેદનો અને સંગ્રામને યોગ્ય મંત્રોનો આરંભ થયે. ચક્ષુરિન્દ્રિય, એન્દ્રિય અને ધ્રાણેન્દ્રિયવડે પ્રવૃત્ત થયેલ ઈન્દ્રિય સહિત એ આત્મા પ્રયત્નપૂર્વક નિશાન ઉપર ચિત્ત લગાવીને પોતાના હૃદયનો ઈએલ અર્થ સાધે છે.” ૧, યુદ્ધવિધાના આ ત્રણ પ્રકારે લાગે છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy